મૌલિક ધામેચા/અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના નામને એક ફેક ટ્વિટ ફેલાવવાના મામલે ગુજરાત પોલીસે અમદાવાદમાં ચાર લોકોની ધરપકડ કરી છે. સ્પેશિયલ કમિશનર અજય તોમરે કહ્યું કે, અમિત શાહના નામ અને ફોટોના ફેક ટ્વિટર એકાઉન્ટથી દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ એક ગંભીર બીમારીથી પીડિત છે. આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગઈ હતી. સંદિગ્ધોની અમદાવાદ અને ભાવનગરમાંથી ધરપકડ કરવામાં આવી છે, અને હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે. તેમની વિરુદ્ધ આઈટી એક્ટ અંતર્ગત કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. 


રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા, દોડાવી દોડાવી માર્યાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"263241","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"c957df5d-3ea8-48e4-8515-759ada39473b.jpg","field_file_image_title_text[und][0][value]":"c957df5d-3ea8-48e4-8515-759ada39473b.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"c957df5d-3ea8-48e4-8515-759ada39473b.jpg","field_file_image_title_text[und][0][value]":"c957df5d-3ea8-48e4-8515-759ada39473b.jpg"}},"link_text":false,"attributes":{"alt":"c957df5d-3ea8-48e4-8515-759ada39473b.jpg","title":"c957df5d-3ea8-48e4-8515-759ada39473b.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ભાવનગરથી 2 અને 2 અમદાવાદના 2ને પકડ્યા
અમિત શાહના ફેક ન્યૂઝ મામલે સોશિયલ મીડિયા દ્વારા પોલીસ વોચમાં હતી. અલગ અલગ પ્લેટફોર્મ  ઉપર વોચ દરમિયાન K5 ન્યૂઝ ગ્રૂપમાં એક મોબાઈલ નંબરથી ગૃહમંત્રી તરીકેની ખોટી ઓળખ આપી મેસેજ ફેલાવી ઠગાઈ કરી હતી. બાદમાં ટ્વિટના લીધે ગેરસમજ ઉભી થઈ હતી. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ચાર લોકોને ડિટેન કર્યા છે. IT એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ ખોટી ઓળખ ઉભી કરી ગુનો આચરેલો જેથી પોલીસે આઈપી એડ્રેસ અને લોગઈનના આધારે ભાવનગરથી 2 લોકો અને 2 અમદાવાદના 2 આરોપીઓને પકડ્યા છે. હાલ પોલીસ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના પ્રયાસોમાં લાગી છે. 


વડોદરા : કોરોના ફેલાવા માટે જમાતીને કસૂરવાર ગણતા જૈન મુનિ સૂર્યસાગર સામે ફરિયાદ નોંધાઈ 


ગૃહમંત્રીએ ટ્વિટમાં કર્યો ખુલાસો
પોતાના સ્વાસ્થ્યને લઇને ગૃહ મંત્રી અમિત શાહએ શનિવારે ટ્વિટ કરી કહ્યું કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી. ગૃહ મંત્રીએ કહ્યું કે મારા સ્વાસ્થ્ય વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો મારા મૃત્યુ માટે દુઆઓ પણ માગી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી કેટલાક મંત્રીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સ્વાસ્થ્યને લઇને કેટલીક અફવાઓ ફેલાવી છે. એટલું જ નહીં મારા મૃત્યુ માટે પણ ટ્વિટ કરી દુઆઓ માગી છે. દેશ આ સમયે કોરોના જેવી મહામારીથી લડી રહ્યો છે અને દેશના ગૃહ મંત્રી હોવાથી મોડી રાત સુધી પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે મેં આ બધા પર ધ્યાન આપ્યું નહીં. જ્યારે આ મારી સામે આવ્યું તો મેં વિચાર્યું કે આ બધા લોકો કાલ્પનિક વિચારનો આનંદ લઈ રહ્યાં છે. એટલા માટે મેં કોઈ સ્પષ્ટતા કરી નહીં. તેમણે વધુમાં લખ્યું કે, પરંતુ મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ અને મારા શુભચિંતકોએ બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરી, તેમની ચિંતાને હું નજર અંદાજ નથી કરી શકતો. એટલા માટે આજે સ્પષ્ટ કરવા ઇચ્છુ છું કે, હું સંપર્ણ રીતે સ્વસ્થ છું અને મને કોઈ બિમારી થઈ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર