શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાય છે? રાજકોટવાસીઓનો સરકારને સીધો સવાલ
- આવતીકાલે ખાણી-પીણી અને રેસ્ટોરન્ટોના ધંધાર્થીઓની બેઠક બોલાવી જરૂર પડ્યે ધંધા બંધના એલનનો નિર્ણય કરી શકાય છે
- અમે સરકારને શાંતિથી વાત કરશું. જરૂર પડ્યે તો ગાંધીનગર જઈશું. અમે રજૂઆત કરીશું કે જરૂર પડ્યે તો 12 વાગ્યા સુધી બિઝનેસ કરવા દો
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતના 4 મહાનગરોમાં આજ રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સંક્રમણ વધતાં રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે, જે આજથી લાગુ પડશે. જોકે, સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. કારણ કે, આ જાહેરાતથી ખાણીપીણીના માર્કેટ પર જોરદાર ફટકો પડી શકે છે. વેપારીઓની કમર આર્થિક રીતે ભાંગી શકે છે. આવામાં રાજકોટમાં આજથી શરૂ થતાં રાત્રિ કરફ્યુનો વિરોધ શરૂ થયો છે. ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશન શેખર મહેતાએ આ સરકારી નિર્ણયનો વિરોધ કર્યો છે. શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાઈ રહ્યો છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.
જામનગરનો માથાભારે ડોન જયેશ પટેલ લંડનથી પકડાયો, ગુજરાતી પરિવારમાં છુપાઈને રહેતો હતો
શેખર મહેતાનો સરકારને સવાલ
રાજકોટમાં આજથી શરૂ થતાં રાત્રિ કરફ્યૂનો વિરોધ ફૂડ એન્ડ બેવરેજ એસોસિએશનના શેખર મહેતાએ વિરોધ કર્યો. તેમણે સરકારને પ્રશ્ન પૂછ્યો કે, શું કોરોના માત્ર રાત્રે 2 કલાકમાં જ ફેલાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલે ખાણી-પીણી અને રેસ્ટોરન્ટોના ધંધાર્થીઓની બેઠક બોલાવી જરૂર પડ્યે ધંધા બંધના એલનનો નિર્ણય કરી શકાય છે.
કોરોનાની ત્રીજી લહેરમાં અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ફૂલ થવા લાગ્યા, તંત્રનું ટેન્શન વધ્યું
અમે સરકારને શાંતિથી વાત કરશું. જરૂર પડ્યે તો ગાંધીનગર જઈશું
પ્રમુખ શેખર મહેતાએ જણાવ્યું હતું કે, 19 માર્ચ 2020ના રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યો હતો અને ત્યારબાદ થયેલી વિકટ સ્થિતિમાં લોકડાઉન લાગ્યું. ત્યાર બાદ સ્થિતિ કાબૂમાં આવતા લોકડાઉન હટાવીને રાત્રિ કર્ફ્યૂ લગાવાયો હતો. અગાઉ રાત્રીના 8 અને 10 વાગ્યાથી કર્ફ્યૂ શરૂ થતો હતો તે વખતે પણ ખાણીપીણીના ધંધા ભાંગી પડ્યા હતા અને આ ધંધા સાથે જોડાયેલા હજારો લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ હતી અને લોકોએ નોકરી-ધંધા ગુમાવ્યા હતા, પરંતુ આ આપત્તિમાં સહુએ સાથ નિભાવ્યો હતો. રાત્રિ કરફ્યૂ ફરીથી આવ્યો છે તેની ખરાબ અસર ફૂડ એન્ડ બેવરેજિસ બિઝનેસને પડી છે. આઈસ્ક્રીમ પાર્લરોને અસર પડી છે. રાજકોટમાં ખાણીપીણીમાં મુખ્ય આવક રાત્રે 9 થી 12 દરમિયાન થાય છે. આવામાં 9 વાગ્યે જ શટર પાડી દેવા પડે છે. આ કારણે ફરીથી લોકડાઉન બાદ માંડ ઉભા થયેલા રેસ્ટોરન્ટ્સ ફરીથી બંધ થઈ જશે. 80 રેસ્ટોરન્ટ્સ ભાડાની જગ્યા પર ધંધા કરે છે. આવામાં તેમનો ધંધો ભાંગી શકે છે. આવક ન થાય તો કર્મચારીઓને પગાર કેવી રીતે આપે. આનાથી કરોડો રૂપિયાનુ નુકસાન થશે. આનાથી અનેક લોકો બેકાર થશે. રેસ્ટોરન્ટ્સ ઈન્ડસ્ટ્રીઝમાં હાલ લાખો લોકો કામ કરી રહ્યાં છે, જેની આવક પર અસર થશે. દિવસે તો બિઝનેસ થતો જ નથી. અમે સરકારને શાંતિથી વાત કરશું. જરૂર પડ્યે તો ગાંધીનગર જઈશું. અમે રજૂઆત કરીશું કે જરૂર પડ્યે તો 12 વાગ્યા સુધી બિઝનેસ કરવા દો.
મહંમદ ગઝનીના સોમનાથ લૂંટના પરાક્રમને વખાણનાર શખ્સ આખરે પાણીપતથી પકડાયો
વાલીઓનો આક્ષેપ, રાજકીય મેળાવળા થયા હતા એટલે કોરોના વધ્યો
તો બીજી તરફ, રાજકોટમાં વધતા કોરોના કેસને લઈ વાલીઓમાં ચિંતા વધી છે. સરકાર ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરે તેવી વાલીઓની માંગ છે. હવે તો ફી પણ શાળાઓ દ્વારા ઉઘરાવી લેવામાં આવી છે, તો ઓનલાઈન શિક્ષણ ફરીથી શરૂ કરવામાં આવે તેવી વાલીઓની ડિમાન્ડ છે. ત્યાર આ વચ્ચે વાલીઓએ પણ સરકાર પર આક્ષેપ કર્યો કે, મેચમાં લાખો લોકો એકઠા થયા અને રાજકીય મેળાવળા થયા હતા એટલે કોરોના વધ્યો.
રાજકોટ પોલીસ કમિશ્નરે રાત્રિ કરફ્યુને લઈને કહ્યું કે, આજે આવતીકાલે રાત્રે 10 વાગ્યાથી રાજકોટ શહેરમાં રાત્રિ કરફ્યુની અમલવારી કરાશે. તેથી રાજકોટવાસીઓને કરફ્યુ સમયગાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ છે. વહીવટી તંત્રને સાથે રાખીને નિયમોની કડક અમલવારી કરાવવામાં આવશે. લોકોએ જાહેર જગ્યાઓ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની અમલવારી કરવા અપીલ કરાઈ છે. વેક્સીન લેવા પણ લોકોને કરી અપીલ છે.