ઝી મીડિયા/બ્યૂરો :18 મેની સવાર ગુજરાત માટે રાહતના સમાચાર લઈને આવી છે. તૌકતે વાવાઝોડું (gujratcyclone) ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. વેરાવળ સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે. હાલ પણ પવનની ગતિ સામાન્ય કરતા અતિ વધારે છે. પરંતુ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવને વધુ અસર, શહેર દરિયાનું પાણી ઘૂસી ગયું
અંતે દીવ અને ઉનાના રસ્તે તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) એ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. આ સમયે ઊના અને દીવમાં 130 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. ઊના, દીવમાં 300 થી વધુ વક્ષો પડી ગયા છે. અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થઇ ગયા છે, જેથી અંધારપટ છવાયો હતો. સાંજે 5 વાગ્યાની આસપાસ ઊનામાં 50 કિમીની ઝડપ હતી, જે રાત્રીનાં 9 વાગ્યા સુધીમાં 133 કિમીની થઇ ગઇ હતી. ઉનામાં મોબાઇલ ટાવર તૂટી પડ્યો હતો. દીવમાં બસસ્ટેન્ડ, બંદર ચોક સહિતનાં વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યાં હતા. 18 મેના સવારની વાત કરીએ તો, દીવમા તબાહીના દ્રશ્યો દેખાયા હતા. દીવમા સામાન્ય પતરા પણ તૂટી પડ્યા છે. સરકારી કચેરીમાં શેડ તૂટી પડ્યો છે. 
અનેક વૃક્ષો જડમૂળમાંથી તૂટી પડ્યા છે. માત્ર દીવમાં જ 400 થી વધુ વૃક્ષો ધરાશાહી થયા છે. આ કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. હવે જ્યાં સુધી વનવિભાગ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ નહિ કરે ત્યા સુધી બહાર નીકળવુ મુશ્કેલ બની રહેશે. સુરેન્દ્રનગરની ઉપર તરફ જતા પણ અનેક નુકસાની સર્જાઈ છે. 


આ પણ વાંચો : રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે


તો બીજી તરફ, ગુજરાતના અનેક પંથકોમા વાવાઝોડાની અસર વર્તાઈ. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. તૌકતે વાવાઝોડાની અસર રાજકોટ પંથકમાં પણ વર્તાઈ. રાજકોટ પંથકના અનેક વિતારોમાં હજી પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ, કોટડા સાંગાણી, શાપર-વેરાવળ, આટકોટ જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનના કારણે રાજકોટ પંથકના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. તો નેશનલ હાઇવે પર વાહનો થંભી ગયા હતા. તૌકતે વાવાઝોડાની અસર ગોંડલમાં પણ વર્તાઈ હતી. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તો ભારે પવનના કારણે ગોંડલમાં વીજળી ગુલ થઈ હતી. આટકોટ જસદણ પવન સાથે વરસાદ જોરદાર પવન લાઈટો ગુલ થઈ હતી.  


આ પણ વાંચો : 8 મહાનગરો સહિત 36 શહેરોમાં કર્ફ્યૂ અને નિયંત્રણો લંબાવાયા, જાણો શું ખુલ્લુ રહેશે શું બંધ રહેશે


કચ્છમાં સવારથી ભૂજ તાલુકાના ગામોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. ભૂજ તાલુકાના કોટડા, મોટારેહા, ચકાર હાજાપર, હરૂરી સહિત વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાનની આગાહી મુજબ, ભૂજ તાલુકાના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ચાલુ થતા કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ પર છે. મોડી રાત્રે ભારેથી અતિભારે વરસાદની કચ્છના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી.