હિતલ પારેખ/ગાંધીનગર :લોકડાઉનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ફોર વ્હીલરમાં 2 જણા અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો વાહન જપ્ત કરવામાં આવશે. અત્યાર સુધી 1 લાખ 33 હજાર વાહનો મુક્ત કરવામાં આવ્યા, જે વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને જીવનનો ભાગ બનાવો. પોલીસ પર હુમલાના સુરેન્દ્રનગર ના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ ગુનામાં બે આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે.


રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસ્કને જીવનનો એક ભાગ બનાવો 
લોકોને અપીલ છે કે, શક્ય તેટલુ ઓછુ બહાર નીકળો, અતિઅનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાનું થાય તો માસ્કનો ઉપયોગ કરો. ઘરે ઉપલબ્ધ રૂમાલ, કપડાથી પણ મોઢુ ઢાંકી શકાય છે. જ્યા જાઓ ત્યા સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને એક આદતની જેમ જીવનનો ભાગ બનાવો. કોરોના સંક્રમણ વધુ છે ત્યાં કોર્ડન કરીને તકેદારી અને સઘન બંદોબસ્ત કરાયો છે. જ્યા હાલ કેસ ઓછા છે તેવા ગ્રીન ઝોનમાં લોકોને સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ. લોકોએ જાગૃત થઈને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવુ જોઈએ. સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરો અને બીજા પાસેથી પણ પાલન કરાવો. ગઈકાલે 100 નંબર પર આવી ફરિયાદો મળી છે, જેના પરથી કુલ 43 ગુના દાખલ કરીને કાર્યવાહી કરી છે.