ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનની સ્થિતિનો ચિતાર આપતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો યોગ્ય અમલ કરવાના પુરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. ગાડીમાં બે અને બાઇક પર એક જ વ્યકિતને જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે બહાર નિકળવાની મંજુરી છે. 100 નંબર પર લોકડાઉનની મળેલી ફરિયાદના આધારે 29 ગુના દાખલ કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં આઇબી દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગગ વધારવામાં આવુ છે, ખાનગી વાહનો અને ફુટ પેટ્રોલિંગ અને બાઇક પર પેટ્રોલિંગ કરાઇ રહ્યુ છે. લોકડાઉન ભંગની ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર હુમલાના કેસમાં પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં પોલીસ પર કરલો હુમલો, પાટણમાં એલઆરડી પર થયેલો હુમલો, રાજકોટમાં પણ પોલીસ પર હુમલો, ભરૂચમાં પણ પોલીસ પર થેયેલા હુમલમાં પાસા કરાઇ છે. કુલ 13 ગુનામાં 35 આરોપીઓને અત્યાર સુધી પાસા કરાયા છે. પોલીસ પર થયેલા ચાર હુમલાના કેસમાં આરોપીઓને પાસા કરાયા છે. 


ગુજરાતના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 એપ્રિલથી આજ સુધીના ગુનાઓની વિગત


  • જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2263

  • કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા  (IPC 269, 270, 271)  : 991

  • અન્ય ગુનાઓ  : 413 (રાયોટીંગ/Disaster Management Actના)

  • આરોપી અટકની સંખ્યા : 4500

  •  જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 3599

  • ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 376

  • CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 79

  •  અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 20

  • હાલ સુધીમાં 1,09,272 વાહન મુક્ત કરવામાં આવ્યા

  • સોસાયટીના CCTV આધારે આજ સુધીમાં 257 ગુનાઓ દાખલ કરી 444 લોકોની અટકાયત કરવામાં આવી 

  • ANPR આધારે આજ સુધીમાં 480 ગુનાઓ દાખલ કરાયા.


સરકારનો ખુલાસો : ગુજરાતના 3 જિલ્લાને બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોંચ્યો


તેમણે જણાવ્યું કે, લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ સતર્કતાથી લોકડાઉનનો અમલ કરવાશે. ડ્રોનથી પકડાયેલા સામે ગઇકાલે 376 અને કુલ 8 હજારથી વધારે ગુના દાખલ થયા છે. સીસીટીવીના આધારે પણ ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવશે. અફવાના 20 ગુના અને કુલ 457 ગુનામાં આરોપીઓની અટકાત કરવામાં આવી છે. 2263 જાહેરનામા ભંગના કેસ બન્યા છે. આવતીકાલે દુકાનોને લઇને પોલીસની કામગીરી અંગે જવાબ આવશે. જે વિસ્તાર ક્લસ્ટર કંટેઇન્મેન્ટ વિસ્તાર છે ત્યાં પોલીસની બાજ નજર રહેશે. જે વિસ્તારમાં દુકાનો ખુલશે ત્યાં ભીડ ન થાય અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે, માસ્ક પહેરે અને સતર્કતા રાખે એ પોલીસની પ્રાથમિકતા રહેશે. કલમ 144 લાગુ છે, જો ચાર કરતાં વધારે લોકો એકઠા થશે તો ગુનો દાખલ થશે. જો કોઇ દુકાનમાં ચાર કરતાં વધારે લોકો હશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતુ હશે તો ગુનો દાખલ નહિ થાય. 


તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનનો અમલ કરવા માટે પુરતો પોલીસ ફોર્સ છે. રીઝર્વ ફોર્સ પણ છે. જરૂર પડે તેમને પણ કામે લગાડાશે. લોકડાઉનમાં ક્યા ઉણપ છે અને તેને કઇ રીતે સારી રીતે અમલ કરાવી શકાય તે અઁગે આજ સાંજ સુધીમાં રીપોર્ટ તૈયાર થઇ જશે જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર