સુરતમાં તારીખ ભરવા જતા આરોપીની હત્યા, 30 સેકન્ડમાં છરીના 15થી 20 ઘા ઝીંકી પતાવી દીધો, જુઓ ખતરનાક VIDEO
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં અઠવા લાઈન કોર્ટની બહાર હત્યાના આરોપીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સનસનાટી ફેલાઈ ગઈ હતી.
ઝી બ્યુરો/સુરત: સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસો હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો અને પરિસરથી 100 મીટરના અંતરે જ જાહેરમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો.
સુરતમાં હોમમીનિસ્ટરના હોમગ્રાઉન્ડમાં 'અતિકવાળી', કોર્ટ બહાર કેદીને પતાવી દીધો, ઘટના
સુરતના સચિન વિસ્તારમાં રહેતો સૂરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સૂરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. અજાણ્યા બે યુવક દ્વારા હુમલો કરાતાં કોર્ટની બહાર સૂરજ યાદવ લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલો કરી બે શખસ ફરાર થઈ ગયા હતા.
અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે સુપર્બ એક દિવસના પિકનિક સ્પોટ: બાળકોને મજા મજા પડી જશે
બચાવી ન શકાઈ જાન..
મળતી માહિતી મુજબ, સૂરજ યાદવ પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે. તેની ઊઠક-બેઠક પણ સ્થાનિક વિસ્તારોમાં માથાભારે શખસો સાથે હતી. એને લઈ સૂરજની હત્યા અંગત અદાવતમાં કરાઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે હાલ તો પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનાર બંને શખસની શોધખોળ હાથ ધરી છે.
રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં હવે કોણ બની શકશે કુલપતિ, હવે આ પ્રક્રિયાથી થશે પસંદગી
ગત ઓગસ્ટ મહિનામાં સચિન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 22 વર્ષીય દુર્ગેશ ઠાકોર નામના યુવકની સૂરજ યાદવ સહિત ત્રણ યુવકોએ મળી હત્યા કરી હતી. અંગત અદાવતમાં દુર્ગેશની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકેસમાં સૂરજને જામીન મળ્યા હતા. ત્યારે આ હત્યાકેસની આજે તારીખ હોવાથી તે કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. દરમિયાન કોર્ટ પરિસર નજીક જ બે યુવકે તેને આંતરી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. દુર્ગેશ ઠાકોરના મિત્રો અને તેના ભાઈ દ્વારા સૂરજની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા લોકોમાં ઊઠી છે.
સોશિયલ મીડિયામાં શું તમે નોકરી શોધી રહ્યા છો? તો ચેતી જજો, આ કિસ્સો ઉડાવી દેશે ઉંઘ
અંગત અદાવતમાં સૂરજની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અઠવા લાઈન કોર્ટથી 100 મીટર દૂર દિવસે દિવસે બનેલી આ હત્યાના કારણે કાયદો અને વ્યવસ્થા અને પોલીસની તત્પરતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. મૃતક કેદી સૂરજ યાદવ સુરતના સચિન વિસ્તારનો રહેવાસી હતો.