Surat News: સુરતમાં હત્યાના આરોપીની જાહેરમાં હત્યા, હચમચાવી દે તેવા CCTV

સુરતમાં તારીખ ભરવા આવેલા આરોપી પર કોર્ટથી માત્ર 100 મીટરના અંતરે બે યુવકે 30 સેકન્ડમાં છરીના 15થી 20 ઘા ઝીંકી પતાવી દીધો

Surat News: સુરતમાં હત્યાના આરોપીની જાહેરમાં હત્યા, હચમચાવી દે તેવા CCTV

પ્રશાંત ઢીવરે / સુરત: સુરતના પાર્લે પોઇન્ટ કોર્ટ પરિસરની બહાર જાહેરમાં યુવકની હત્યા થઈ છે. દરમિયાન જાહેરમાં બે યુવકો તીક્ષણ હથિયાર વડે સુરજ યાદવ પર તૂટી પડ્યા હતા. અને માત્ર 30 સેકન્ડમાં 15 થી 20 જેટલા ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

ગત ઓગસ્ટ મહિનામાં સચિન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 22 વર્ષીય દુર્ગેશ ઠાકોર નામના યુવકની અંગત અદાવતમાં સુરજ યાદવ સહિત ત્રણ યુવકો મળી કરી હતી. આ હત્યા કેસમાં સૂરજને જામીન મળ્યા હતા. ત્યારે આ હત્યા કેસની આજે તારીખ હોવાથી તે કોર્ટમાં હાજર થવા જઈ રહ્યો હતો. 

દરમિયાન કોર્ટ પરિસર નજીક જ બે યુવકોએ સૂરજ પર ચપ્પુ વડે હુમલો કરી 15 થી 20 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવતા ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.હાલ સચિન જીઆઇડીસી વિસ્તારમાં દુર્ગેશ ઠાકોરની અત્યારની જૂની અદાવતમા દુર્ગેશ ઠાકોરના મિત્રો અને તેના ભાઈ દ્વારા સુરજ યાદવની હત્યા કરી હોવાનું અનુમાન સેવાય રહ્યું છે.

બીજી બાજુ જાહેરમાં જ કોર્ટ પરિસર બહાર યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. જાણે હત્યારાને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે સૂરજ યાદવ પર કોર્ટ પરિસરની બહાર રોડની વચ્ચે બચ ચપ્પુ વડે 15 થી 20 ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. 

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા કેદ થઈ છે. બે ઈસમો પોલીસનો કોફ વગર યુવક પર ચપ્પુ ઘા ઝીંકી ફરાર થઈ જાય છે. બીજી બાજુ ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીનો પોલીસ કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

મરનાર 28 વર્ષીય સુરજ યાદવ મૂળ યુપી નો વતની છે. સચિન જીઆઇડીસી ખાતે પરિવાર સાથે તે છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. આગામી 28 મે ના રોજ તેના લગ્ન થવાના હતા.પરિવાર યુવકના લગ્નની તૈયારી લાગી ગયા હતા.અને લગ્નના 22 દિવસ પહેલા જ સૂરજની હત્યા થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news