ગુજરાતને કાળી ટીલી લાગવામાં બસ આ જ બાકી હતું, એરપોર્ટ પરથી એવી વસ્તું ઝડપાઇ કે...
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદના SVIP ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતથી દુબઈ જતો એક મુસાફર તેના સામાનમાં હીરા છુપાવીને ભારતની બહાર ભારતીય મૂળના હીરાની દાણચોરી કરી રહ્યો છે. જે બાતમીના આધારે DRIના અધિકારીઓએ 31 માર્ચના રોજ એરપોર્ટ પર એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેની પાસે રહેલો સામાનની તપાસ કરતા આરોપી પાસેથી છૂટક હીરા- 15 નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા મળી આવ્યા હતા.
મૌલિક ધામેચા / અમદાવાદ : ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદના SVIP ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતથી દુબઈ જતો એક મુસાફર તેના સામાનમાં હીરા છુપાવીને ભારતની બહાર ભારતીય મૂળના હીરાની દાણચોરી કરી રહ્યો છે. જે બાતમીના આધારે DRIના અધિકારીઓએ 31 માર્ચના રોજ એરપોર્ટ પર એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. તેની પાસે રહેલો સામાનની તપાસ કરતા આરોપી પાસેથી છૂટક હીરા- 15 નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરેલા મળી આવ્યા હતા.
ગુજરાતમાં કમળે કિચ્ચડ ફેલાવ્યું, તેને સાફ કરવા ઝાડુંને એક તક આપો તમારી આશા પર ખરા ઉતરીશું
આ હીરા જે મહિલાના ડ્રેસ મટિરિયલમાં છુપાવેલા હતા. આ ઉપરાંત લગભગ 40,000 દિરહામની કિંમતની વિદેશી ચલણી નોટો એટલે કે ₹8 લાખની કરન્સી પણ કબ્જે કરવામાં આવી હતી. ત્યારબાદ હીરા અંગે ખાતરી કરતા 304.629 કેરેટના હતા અને તેની અંદાજીત બજાર કિંમત ₹ 1 કરોડથી વધુની થતી હતી. આ હીરા અને વિદેશી ચલણી નોટો કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી હતી.
(આરોપી પાસેથી ઝડપાયેલા હીરા તથા વિદેશી ચલણ)
સુરતમાં અંગત મિત્રોએ મળીને પોતાના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું અને તેની પત્ની...
DRI એ પકડેલા શખ્સની પૂછપરછ કરતા સામે આવ્યુ કે, મુસાફર મૂળ મુંબઈનો વતની હતો. ભારતની બહાર હીરાની દાણચોરી માટે જઇ રહેલો. દુબઈના એક હીરાના વેપારી માટે કમિશનની લાલચે દાણચોરી માટે આવેલો. હાલ તો DRI એ તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત જાણે કે દાણચોરો માટેનું સ્વર્ગ બની રહ્યું છે, ડ્રગ્સ, લાલ ચંદન સહિતની તમામ વસ્તુઓની દાણચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube