ઝી બ્યુરો/મહેસાણા: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા...પૂર્વ ડે.સીએમ એ કડી APMC ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. ગુજરાતના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ચૂંટણીનું ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નીતિન પટેલે ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ફોર્મ ભર્યું છે. માત્ર એક જ ફોર્મ ભરાતાં નીતિન પટેલ કડી APMC ચૂંટણીમાં બિનફરીફ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેડી ડોન 'રાણીબા'ના BJPની મહિલા નેતા સાથે છે ગાઢ સંબંધ? VIDEO સામે આવતા ખળભળાટ


5 ડિસેમ્બરેના રોજ કડી APMCની ચૂંટણી યોજવાની છે. 24 નવેમ્બરના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. કડી APMCની 15 બેઠક માટે કુલ 91 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે APMCની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં ખરીદ વેચાણ સરકારી મંડળીમાં એક માત્ર નીતિન પટેલનું ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓ બિનહરીફ થયા છે. કડી APMCના 20 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે.  


માવઠાની આગાહી વચ્ચે કૃષિમંત્રીનું મોટું નિવેદન, 'ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી'


વેપારીઓની ચાર બેઠક માટે 15 ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભરતા સરકારી રાજકારણ ગરમાયું છે. જ્યારે ખેડૂતોની 10 બેઠક માટે 75 ફોર્મ ભરાયા છે.


ઉત્તર ગુજરાતમાં છુપાયેલો છે હંમેશા યુવાન રહેવાનો ખજાનો, આ સિઝનમાં ઉગે છે ભરપૂર પાક