ગુજરાતમાં સરકારી શાળાઓના બંધ થવા અંગે શિક્ષણ મંત્રીનું મોટુ નિવેદન
Education System : શિક્ષણ નીતિ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાનું મોટું નિવેદન... 8 કે 10 વિદ્યાર્થીઓ હશે તો પણ સરકારી શાળા બંધ નહીં થાય... રાજ્યમાં 25,000 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે...
Surat News પ્રશાંત ઢીવરે/સુરત : ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે તેવા અનેક પુરાવાઓ આપણી સામે આવતા હોય છે. ખાનગી શિક્ષણ મોંઘુ બની રહ્યું છે, અને સરકારી શાળાઓને જાણે કાલે જ તાળા મારી દેવાના હોય તેમ ખંડિયાર હાલતમાં મૂકી દેવાય છે. ગુજરાત સરકાર એ સરકારી શાળાઓ તરફ જોવાની તસ્દી પણ નથી કરતું. બાળકો ધોમધકતા તાપ, વરસાદ અને કડકડતી ઠંડીમાં ભણતા હોય છે, છતાં નફ્ફટ શિક્ષણ તંત્ર મજા લઈને બધુ જોતુ હોય છે. આવામાં ગુજરાતમાં સરકારી શાળાનું ભવિષ્ય શું તે અંગે સવાલ પેદા થાય છે. ત્યારે આ વચ્ચે રાજ્યની શિક્ષણ નીતિ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે.
સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે, રાજ્યમાં એક પણ સરકારી શાળાઓ સરકાર બંધ નથી કરશે. આઠ અને દસ વિદ્યાર્થીઓ હશે તો પણ એ શાળા ચલાવવામાં આવશે. રાજ્યમાં એકપણ સરકારી શાળાઓ સરકાર બંધ નહીં કરે.
જામનગરમાં આભ ફાટ્યું : માત્ર ચાર કલાકમાં 4 ઈંચ ખાબક્યો, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, PHOTOs
અમરનાથ યાત્રાએ ગયેલા 30 ગુજરાતીઓ ફસાયા, વરસાદમાં ગરમ કપડા પણ પલળ્યા
અંબાલાલ પટેલે એવુ કેમ કહ્યુ કે જુલાઈ મહિનો ભારે રહેશે, વરસાદના એક નહિ 4 રાઉન્ડ આવશે