Gujarat Election 2022: આમ આદમી પાર્ટીને એકપણ સીટ મળશે નહીંઃ સુરતમાં બોલ્યા હર્ષ સંઘવી
Gujarat vidhansabha election 2022: હર્ષ સંઘવીએ કહ્યુ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને કેસોની સંખ્યા ઓછી કરીશું. તેમણે કહ્યું કે કોમર્શિયલ કોર્ટની જરૂર છે. તો આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારી ઉભી કરવામાં આવશે.
સુરતઃ ગુજરાતમાં હવે મતદાનને આડે ગણતરીના દિવસો છે. ભારતીય જનતા પાર્ટીએ આજો પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ભાજપે આગામી પાંચ વર્ષને લઈને અનેક મોટા વચનો જનતાને આપ્યા છે. ભાજપના આ સંકલ્પ પત્રમાં હિન્દુત્વનો એજન્ડા પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ભાજપની ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંકલ્પ પત્ર અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અમે મદ્રેસાના અભ્યાસક્રમ પર નજર રાખીશું. તેમણે કહ્યું કે, વક્ફ બોર્ડ માટે પણ સેલ બનાવવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીએ આગામી ચૂંટણીને લઈને પોતાનું સંકલ્પ પત્ર રજૂ કર્યું હતું. જેમાં હિન્દુત્વની ઝલક જોવા મળી રહી છે. ભાજપે યુનિફોર્મ સિવિલ કોડને પણ પોતાના સંકલ્પ પત્રમાં સામેલ કર્યો છે. ભાજપે રાજ્યમાં વિરોધ કરનાર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહીની ખાતરી આપી છે. તો એન્ટિ રેડિકલાઇઝેશન સેલની રચના કરાશે, જે દેશવિરોધી તત્વોની ઓળખ કરશે.
આ પણ વાંચોઃ Gujarat Election 2022: ભાજપે ગુજરાત બનાવ્યું નથી, બગાડ્યું છે: અલ્પેશ કથીરિયા
આ સિવાય હિંસક વિરોધ, અશાંતિ વગેરે તથા અસામાજિક તત્વો દ્વારા જે જાહેર સંપતિને નુકસાન પહોંચાડશે તેની પાસેથી નુકસાની વસૂલ કરાશે તેવો કાયદો લાવવામાં આવશે. પોલીસના આધુનિકિકરણ માટે એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત પણ ભાજપે સંકલ્પ પત્રમાં કરી છે. તો રાજ્યમાં જે વિરોધ દરમિયાન સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડશે તેની પાસે તેના પૈસા વસૂલ કરવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube