Gujarat Assembly Election 2022: આજે અમદાવાદમાં  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓ પર મોટા આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું કે  આવતીકાલે બીજા તબક્કાની વિધાનસભાનુ મતદાન છે. ભાજપ જેને પોતાના વફાદાર અધિકારી ગણે છે તેમને ચેતવણી આપું છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓની ચીમકી આપતા જણાવ્યું કે, મારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જેને પોતાના વફાદાર અધિકારીઓ ગણે છે તેમને ચેતવણી છે. તમે અત્યારે સરકારના નહી, ભાજપના નહી ચૂટણી પંચના અધિકારીઓ છો. તેઓ ભાજપના અધિકારીઓ હોય તેવું વર્તતા હતા. તેમનાથી ડર્યા વગર પ્રથમ તબક્કામાં કાર્યકરોએ કામ કર્યું. અધિકારીઓ ચુંટણી પંચને વફાદાર રહી કામ કરે. ચુંટણીમાં ફરજ ન બજાવતા અધિકારીઓ ખોટા કૃત્યમાં સંડોવાય નહી. 


અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડ્રગ પેડલરો, બુટલેગરોને ચુંટણીમાં ભાજપે કામે લગાડ્યા. જનતા પ્રથમ ફેઝ જેવો જ ચુકાદો, બીજા ફેઝમાં આપશે. પ્રધાનમંત્રી અને ગ્રુહમંત્રીને દેશ ચલાવવાની જવાબદારી આપી છે. તેઓ આટલી નીચી કક્ષાએ ન જાય. પ્રધાનમંત્રી પ્રથમ તબક્કામાં જ્યાં ગયા ત્યાં મતદાનમાં ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીના ડાઇલોગમાં કોઇને રસ ના પડ્યો. લોકોને મોંધવારી અને સ્થાનિક મુદ્દામાં રસ છે. ચુંટણી પંચને વિનતી કે સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત સુરક્ષા રાખે. 


આવતીકાલે મહત્તમ મતદાન કરી આવા તત્વોને બોધપાઠ આપવા અર્જુન મોઢવાડીયાએ જનતાને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપે છ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી બદલ્યા. ત્યાં મુખ્યમંત્રી નહી પપેટ હોય છે. બીજા તબક્કામાં પણ જનતા મતદાન કરવાની છે. તેમાં હાડકા નાખવાનું કામ ન કરે. જેમની કોઈ ડ્યુટી નથી એવા એલસીબી, ક્રાઇમબ્રાંચ sog નાં અધિકારીઓ આમા સંડોવાઈ નહી. પોલીસ અધિકારીઓને પણ કહું છું કે તટસ્થતાથી કામ કરો. 


આવતીકાલની બીજા તબક્કાની ચુંટણીમાં જનતાને શાંતિ પૂર્ણ મતદાન કરવા માટે તેમજ  આવા તત્વોને બોધપાઠ ભણાવા વિનંતી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube