Gujarat Election 2022: ગુજરાતમાં માત્ર બે સીટો જીતીને પણ પૂરુ થઈ જશે અરવિંદ કેજરીવાલનું ખાસ સપનું
Exit Poll 2022: આમ આદમી પાર્ટી પાસે ગુજરાત ચૂંટણીમાં રાષ્ટ્રીય રાજકીય દળનો દરજ્જો મેળવવાની સૂવર્ણ તક છે. બે તબક્કાના મતદાન બાદ સામે આવેલા એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 0-20 સીટો જીતી શકે છે.
અમદાવાદઃ Gujarat Assembly Election 2022: ગુજરાત અને હિમાચલમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે પરિણામની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે પરંતુ તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પાર્ટીઓની જીત-હારનું અનુમાન લગાવી રહ્યાં છે. સોમવારે રાજ્યમાં બીતા તબક્કાના મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે. તો આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હાર-જીતથી દૂર રહી એક મોટી સિદ્ધિ હાસિલ કરવાની તક છે.
ગુજરાતમાં કેજરીવાલના દાવાથી અલગ આમ આદમી પાર્ટીને એક્ઝિટ પોલમાં કોઈ મોટી સફળતા મળે તેમ લાગી રહ્યું નથી. પરંતુ સરકાર બનાવવા અને જીત-હારથી દૂર રહીએ તો અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની પાસે આ ચૂંટણીમાં 'રાષ્ટ્રીય રાજકીય દળ'નો દરજ્જો મેળવવાની સૂવર્ણ તક છે.
રાષ્ટ્રીય પાર્ટી બની જશે આપ?
એક્ઝિટ પોલના પરિણામ પર ધ્યાન આપીએ તો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુમાં વધુ 0-20 સીટો મળી શકે છે. દરેક એક્ઝિટ પોલમાં અલગ-અલગ આંકડા સામે આવ્યા છે, પરંતુ દરેક એક્ઝિટ પોલમાં આપને 20થી વધુ સીટ મળવાની શક્યતા નથી. ગુજરાતમાં પ્રથમવાર આમ આદમી પાર્ટી પ્રથમવાર દરેક સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા. કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. એક્ઝિટ પોલ પ્રમાણે જો આમ આદમી પાર્ટીને કેટલીક સીટો મળે તો પણ તેને રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા મળી જશે.
આ પણ વાંચોઃ ઈસુદાનનો વધુ એક દાવો, PM મોદી જ્યારે CM હતા, ત્યારે પણ ભાજપને 150 બેઠક નહોતી મળી
રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળવાની શરતો?
- નેશનલ પાર્ટી બનવા માટે એક શરત છે કે દેશમાં કોઈ એક વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનના કુલ કાયદેસર મતના 6 ટકા મળે અને તે પાર્ટીના લોકસભામાં 4 સાંસદ હોવા જોઈએ.
- બીજી શરત છે કે લોકસભામાં કુલ સીટોના બે ટકા સાંસદ ત્રણ અલગ-અલગ રાજ્યોથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચવા જોઈએ. લોકસભાની કુલ 543 સીટો છે. તેવામાં અલગ-અલગ પ્રદેશોથી કુલ 11 સાંસદ જીતીને આવે તો તેને રાષ્ટ્રીય પાર્ટીની માન્યતા મળશે.
- રાષ્ટ્રીય દળની માન્યતા તે આધાર પર પણ મળી શકે છે કે કોઈ દળને ચાર રાજ્યોમાં પ્રાદેશિક દળનો દરજ્જો મળે. વર્ષ 2019માં એનપીપીને આ શરતના આધાર પર રાષ્ટ્રીય પાર્ટી થવાનો દરજ્જો મળ્યો. આમ આદમી પાર્ટી પણ આ શરત પૂરી કરવા પર કામ કરી રહી છે.
અત્યારે રાષ્ટ્રીય દળોની સંખ્યા શું છે?
ચૂંટણી પંચના આંકડા પ્રમાણે દેશમાં રાષ્ટ્રીય દળોની સંખ્યા 8 છે. તેમાં ભાજપ, કોંગ્રેસ, બીએસપી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), ટીએમસી અને નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP) છે. એનપીપી ભારતની સૌથી નવી રાષ્ટ્રીય પાર્ટી છે. આ દળે વર્ષ 2019માં રાષ્ટ્રીય દળની માન્યતા હાસિલ કરી હતી.
આ પણ વાંચોઃ એક્ઝિટ પોલ: કઈ જ્ઞાતિએ કોના પર ભરોસો જતાવ્યો? AAP, ભાજપ કે કોંગ્રેસ... જુઓ Video
વર્તમાન સમયમાં શું છે આપની સ્થિતિ?
વર્તમાન સમયમાં દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં પણ કુલ મતના 6.8 ટકાની સાથે બે સીટો પર પાર્ટીની જીત થઈ હતી. ઓગસ્ટ મહિનામાં ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે આપ ગોવામાં પણ એક માન્યતા પ્રાપ્ત પાર્ટી બની ગઈ છે. તેવામાં કેજરીવાલની પાર્ટીને વધુ એક રાજ્યમાં માન્યતા મળી જાય તો સત્તાવાર રીતે તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો હાસિલ કરવામાં સફળતા મળશે. ગુજરાતમાં 8 ડિસેમ્બરે આવનાર ચૂંટણી પરિણામમાં પાર્ટી જો 2થી વધુ સીટ જીતી લે છે તો તે રાષ્ટ્રીય પાર્ટી બની શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube