અજય શીલુ/પોરબંદર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. આજે ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની કવાયત વચ્ચે બન્ને પક્ષોના નેતાઓએ એક બેઠક કરી છે. જેમાં દેવગઢ બારીયા, ઉમરેઠ,અને નરોડા બેઠક પર ચર્ચા કરી હતી. બીજી બાજુ રેશમા પટેલને પાર્ટીએ મેન્ડેટ આપ્યો નહોતો. એટલું જ નહીં, એનસીપીએ કુતિયાણા બેઠક પર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂંટણી ફોર્મ ભર્યુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંધલ જાડેજાનું ચોંકાવનારું નિવેદન
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NCPના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભર્યુ. કુતિયાણા પ્રાંત અધિકારીની ઓફિસ ખાતે જઇ કાંધલ જાડેજાએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ત્યારે આ વિશે જ્યારે કાંધલ જાડેજાએ પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મને એનસીપી-કોંગ્રેસનુ ગઠબંધન થયું હોવાની જાણકારી નથી. મારે પ્રફુલ્લ પટેલ જોડે વાત થઈ હતી. મેં NCPમાંથી ચૂંટણી ફોર્મ ભર્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube