Gujarat Election 2022, વડોદરા: પાદરા 146 વિધાનસભાના ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાના ચૂંટણી પ્રચાર અર્થે પાદરામાં જાહેર સભા યોજાઈ હતી. જ્યાં જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલ સભા ગજવી હતી. પાદરા 146 વિધાનસભાના ભાજપ ઉમેદવાર ચૈતન્ય સિંહ ઝાલાના ચૂંટણી પ્રચાર અર્થે પાદરાના સ્ટેશન રોડ પર જાહેર સભા યોજાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાદરામાં જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલે પ્રધાનમંત્રીના અપમાનને લઇને એક નિવેદન આપ્યું હતું. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પીએમ મોદી પાસે 10 માથાનો રાવણ છે, પણ આ લોકો પાસે એક માથું કે ભેજું પણ નથી.


મહત્વનું છે કે, ભાજપના વિધાનસભાના ઉમેદવાર ચૈતનતસિંહ ઝાલાના ચૂંટણી પ્રચાર માટે આવેલ પૂર્વ સાસદ પરેશ રાવલ સભા સ્થળે આવતા પાદરા ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાએ સ્વાગત કર્યું હતું. સાથે વડોદરા જિલ્લા ભાજપના ઇન્ચાર્જ પ્રમુખ ડો.બી.જે બ્રહ્મભટ્ટ એ પણ સ્વાગત કર્યું હતું. સાથે સભામાં જિલ્લા ભાજપના આગેવાનો તથા તાલુકા જિલ્લા ભાજપના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.


પાદરા વિધાનસભાના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાએ ધારદાર પ્રવચન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, અભિમન્યુ સામે જેવી રીતે ચક્રવ્યૂહ રચ્યું હતું, તે જ પ્રમાણે રાજકીય કૌરવો પણ ભાજપ ઉમેદવારને પરાસ્ત કરવા ચક્રવ્યૂહ રચી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની પ્રજાના ડી.એનમાં ભાજપ અને મોદી વસેલા છે. મલ્લિકાર્જુન ખડકે એ કરેલા નિવેદનનો પણ જવાબ આપશે. તેમણે અપક્ષ ઉમેદવાર દિનુમામા ઉપર પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube