Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ આજે સાંજે પાંચ કલાકે શાંત થઈ જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓનો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. દાંતામાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર લાતુ પારધીના સમર્થનમાં અલ્પેશ ઠાકોરે સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો સભામાં ઉમટ્યા હતા. સભા બાદ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી યોજી હતી, સભામાં કોંગ્રેસ પર અલ્પેશ ઠાકોરે આકરા પ્રહારો કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાંતા ખાતે સભામા ભાજપના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કર્યું હતું. દાંતા બેઠકના ઉમેદવાર લાતુભાઈ પારધીના સમર્થન આપવા સભા યોજાઇ હતી. જે સભામાં અલ્પેશ ઠાકોરનુ ભવ્ય સ્વાગત કરાયું હતું. અલ્પેશ ઠાકોર દાંતા બેઠકના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી. સભા કર્યા બાદ અલ્પેશ ઠાકોર સાથે ભાજપના દાંતા બેઠકના ઉમેદવાર સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ જાતિવાદ ભડકાવે છે.


આ પણ વીડિયો જુઓ:-



આજે દાંતામાં ભાજપ ઉમેદવાર લાતું પારઘીના સમર્થનમાં સભા સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, દારૂ વેચીને સપના જોતા જાતિવાદની લડાઈ કરાવી સત્તાના સપના જોતા કોંગ્રેસીઓને ભગાડી દો. મારી વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારનાં ભત્રીજાનાં ઘરમાંથી 500 પેટી દારૂ ઝડપાયો છે, તેમ કહી દાંતા ભાજપનાં ઉમેદવારને જીતાડવા હાંકલ કરી હતી.


ઉલ્લેખનીય છે કે, આજે સાંજથી પક્ષો-ઉમેદવારો ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગઈકાલે ગાંધીનગરમાં પકડાયેલા દારૂના જથ્થાને લઇ રજનીતિ ગરમાઈ છે. અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણના કોંગ્રેસના ઉમેદવારના ઘરમાંથી 500 પેટી દારૂ પકડાયો હોવાનો આરોપ લગાવીને જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અને તેમના પરિવારજનો દારૂ વેચીને ગુજરાતને બદનામ કરી રહ્યા છે.