પાટણઃ ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામી ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે તેવી શક્યતા છે. આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પણ મેદાનમાં ઉતરી છે. દરેક પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ તો તેના 75થી વધુ ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. ત કોંગ્રેસે પરિવર્તન યાત્રા શરૂ કરી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવર્તન યાત્રામાં બોલ્યા ભરતસિંહ સોલંકી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ રાધનપુર પહોંચેલી પરિવર્તન યાત્રામાં ખુબ મોટું નિવેદન આપ્યું છે. ભરતસિંહ સોલંકીને જ્યારે શંકરસિંહ વાઘેલાના પુત્રની ઘરવાપસી વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈ તો પણ અમે સ્વીકારીશું. 


ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી, ઉષા રાડા સહિત 12 પોલીસ અધિકારીઓનું ટ્રાન્સફર


ભરતસિંહના નિવેદન બાદ આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા
ભરતસિંહના નિવેદન બાદ કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, આવી કોઈ વાત કરવાનો કોઈ અર્થ નથી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, હું કે ભરતસિંહ આ નક્કી કરી શકીએ નહીં. તેમણે કહ્યું કે, ભરતસિંહ બોલે કે હું બોલુ તેનો કોઈ અર્થ નથી. આ નિર્ણય ભરતસિંહે લેવાનો નથી. પરંતુ ઈન્દ્રનીલે કહ્યુ કે, ભાજપ ગુજરાતમાં હારે તે ખુબ જરૂરી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે ભાજપ હારે તે મારી વ્યક્તિગત ઈચ્છા ખરી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં કહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube