ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી, ઉષા રાડા સહિત 12 પોલીસ અધિકારીઓનું ટ્રાન્સફર
રાજ્ય સરકાર ચૂંટણી પહેલા સતત અલગ-અલગ વિભાગોમાં બદલીઓનો આદેશ આપી રહી છે. અનેક બદલીઓ બાદ હવે પોલીસ વિભાગમાં મોટી બદલીઓ કરવામાં આવી છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાતમાં એક તરફ ચૂંટણી નજીક છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સતત બદલીઓ કરવામાં આવી રહી છે. સરકારે હવે આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. રાજ્યમાં 12 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
હવે આઈપીએસ અધિકારીઓની બદલી
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે 12 આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે. ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળ્યાં છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી સરકાર સતત અનેક ખાતાઓમાં અધિકારીઓની બદલી કરી રહી છે.
આ આઈપીએસ અધિકારીઓની થઈ બદલી
એનએન ચૌધરી (બદલી બાદનું સ્થળઃ એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) અમદાવાદ
એજી ચૌહાણ (બદલીનું સ્થળઃ સ્ટેટ પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગર)
આરટી સુસારા (બદલીનું સ્થળઃ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર હજીરા)
ઉષા રાડા (બદલીનું સ્થળઃ એસઆરપીએફ)
હર્ષદકુમાર કે પટેલ (બદલીનું સ્થળઃ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, ગાંધીનગર)
મુકેશકુમાર એન પટેલ (બદલીનું સ્થળઃસીઆઈડી ક્રાઇમ, ગાંધીનગર)
પિનાકિન પરમાર (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-3 સુરત)
બલદેવ સિંહ વાગેલા (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક (એડમીન) અમદાવાદ)
હેતલ પટેલ (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત)
કોમલબેન વ્યાસ (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર0
ભક્તિ કેતન ઠાકેર (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 1 સુરત શહેર)
કેતન દેસાઈ (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે