Gujarat Election 2022: પૂર્વ કોંગ્રેસ નેતા નીતિન પટેલ ભાજપમાં જોડાશે, રવિવારે કેસરિયો પહેરશે
Gujarat Assembly Polls: ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે નેતાઓની એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જોડાવાની મોસમ પણ ચાલી રહી છે.
અમદાવાદઃ રાજ્યમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. દિવાળી બાદ ચૂંટણી પંચ ગમે ત્યારે તારીખોની જાહેરાત કરી શકે છે. આ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવારોની યાદી તૈયાર કરી રહી છે. આ વચ્ચે 2017ની વિધાનસભા ચૂંટણીમાં નારણપુરા સીટ પરથી ચૂંટણી લડનારા કોંગ્રેસ નેતા નીતિન પટેલે પાર્ટી છોડી દીધી હતી. હવે નીતિન પટેલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છે.
જાણો કોણ છે નીતિન પટેલ
અમદાવાદ કોંગ્રેસના નેતા નીતિન પટેલે 20 ઓક્ટોબરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. હવે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ીતિન પટેલ કમલમમાં કેસરિયો ધારણ કરવાના છે. નીતિન પટેલ રવિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાવાના છે.
આ પણ વાંચોઃ દિવાળી બાદ ગુજરાત ચૂંટણીની જાહેરાત, બે તબક્કામાં મતદાન અને હિમાચલ સાથે આવશે પરિણામ!
તમને જણાવી દઈએ કે, નીતિન પટેલ 2017માં કોંગ્રેસના નારણપુરા વિધાનસભાથી ચૂંટણી લડ્યાં હતા. કેન્દ્રિય ગુહમંત્રી અમિત શાહની પરંપરાગત સીટ પરથી કોંગ્રેસે મોટા નેતા ગુમાવ્યા છે. નારણપુરા વિધાનસભામા 2017 માં 41 હજાર મત નીતિન પટેલને કોગ્રેસમાંથી મળ્યાં હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube