Gujarat Election 2022, શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે હોવાની તેમણે વાત કહી હતી. આ ઉપરાંત નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોની જલિયાવાલા બાગ ઘટના જેવી હાલત કરી હતી તેવો ઉલ્લેખ પણ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લાના હિંમતનગરમા રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઈ પટેલે પાટીદાર સંમેલન સંબોધન કર્યું હતું. નિતીન ભાઈ પટેલે કહ્યું હતું કે, ભૂતકાળમાં પાણી અને વિજળી માંગવા ગયેલા ખેડૂતો પર કોંગ્રેસે લાઠીઓ અને ગોળીઓ વરસાવી જલિયાવાલા બાગ જેવી હાલત કરી હતી.


હિંમતનગર ખાતે રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિનભાઈ પટેલે પાટીદાર સંમેલન યોજ્યું હતું. સંમેલનમાં પાટીદાર સમાજ સર્વ સમાજની સાથે હોવાની વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, ભાજપને સરકાર માટે પાટીદારો પર ભરોસો હોય છે અને એ ભરોસો રાખી કોઈપણ સમાજને ટિકિટ આપતા હોય છે અને એને પાટીદારો જીતાડતા હોય છે. જેનું ઉત્તમ ઉદાહરણ તેમણે કડીને ગણાવ્યુ હતું કે જ્યાં પાટીદારો 80 હજાર છે અને બેઠક રિઝર્વ છે પરંતુ હળી ભળીને બેઠક ભાજપને જીતાડી આપવામા આવે છે. 


નિતિન પટેલે કહ્યું હતું કે, ભૂતકાળમાં ખેડૂતો વિજળી અને સિંચાઈના મુદ્દે ગાંધીનગર ગયા તો જલિયાવાલા બાગ જેવી હાલત કરી દીધી હતી. ખેડુતોને ગોળી એ દીધા અને લાઠીઓ ફટકારી હતી. હિંમતનગરમા વિકાસમાં સરકારની ભૂમિકા અંગે વાત કહી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube