Gujarat Second phase Assembly Election News: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં આજે 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. 37,395 બેલેટ યુનિટ, 36,016 કંટ્રોલ યુનિટ અને 39,899 વીવીપેટ સાથેના ઈવીએમ મશીન્સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું ત્યારથી 11:00  વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 41 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા છે, જેની ટકાવારી 0.1 ટકા છે. જ્યારે 40 કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.1 છે. 26,409 મતદાન મથકો પૈકી માત્ર 109 જગ્યાએ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી 0.4 છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં વહેલી સવારથી ભારે મતદાન થઈ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગામની શાળામાં આવેલા મતદાન મથક પર આવી રહ્યા છે. વડગામડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતઅધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.


ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube