Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ તેજ બન્યો છે. સરકાર બનાવવાની દોડમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે કોણ મુખ્યમંત્રી બનશે એ મુદ્દો પણ ચર્ચામાં રહે છે. એવામાં વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરવામાં આવતા હોય છે. આ સરવેના આધારે કેટલોક અંદાજ પણ ચૂંટણી અંગે તમે લગાવી શકો છો. આ વખતે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગમાં સામેલ થઈને તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ બનાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને સૌથી રસપ્રદ બનાવવાનો દાવો કરી રહી છે. કેજરીવાલની પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં તેના મુખ્યમંત્રી ચહેરાની પણ જાહેરાત કરી છે. ત્યારે આમ આદમી પાર્ટી માંથી ઈસુદાન ગઢવીને સીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. ભાજપ પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યું છેકે, સીએમ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. જ્યારે કોંગ્રેસે સીએમ પદનો ચહેરો જાહેર કર્યો નથી. આવી સ્થિતિમાં ગુજરાતમાં લોકો સીએમ તરીકે કોને જોવા માંગે છે એ અંગેનો સરવે આવ્યો સામે.


ગુજરાતમાં ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ પહેલા વિવિધ ન્યૂઝ ચેનલોના સર્વેમાં જનતાના મૂડનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈન્ડિયા ટીવી-મેટરાઈઝના સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે તેઓ ગુજરાતમાં સીએમ તરીકે કોને પસંદ કરે છે. ચાલો જોઈએ કે તેમનો શું જવાબ હતો.


મુખ્યમંત્રી તરીકે કયા ચહેરાને પસંદ કરે છે ગુજરાત? શું કહે છે ઈન્ડિયા ટીવી-મેટરાઈઝનો સરવે


1) ભૂપેન્દ્ર પટેલ - 32 ટકા


2) ઇસુદાન ગઢવી - 7 ટકા


3) શક્તિસિંહ ગોહિલ - 6 ટકા


4) ભરતસિંહ સોલંકી - 4 ટકા



Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube