Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ રાપરે કચ્છમાં કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. વિખ્યાત ધોળાવીરાનો સમાવેશ રાપર વિધાનસભા વિસ્તારમાં થાય છે. ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા કચ્છમાં જે એકમાત્ર બેઠક કોંગ્રેસ પાસે છે એ છે રાપર. રાપર પર હાલ કોંગ્રેસના સંતોકબેન અરેઠિયા ધારાસભ્ય છે. રાપરે કચ્છમાં કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. વિખ્યાત ધોળાવીરાનો સમાવેશ રાપર વિધાનસભા વિસ્તારમાં થાય છે. રાપર વિધાનસભા બેઠકમાં રાપર અને ભચાઉ એમ બે તાલુકાઓના 138 ગામોનો સમાવેશ થાય છે. ભાજપને કચ્છમાં કેસરિયો લહેરાવવા માટે રાપરને જીતવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે રાપરના સમીકરણો?
રાપર વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 49 હજાર 947 મતદારો છે. જેમાંથી 1 લાખ 5 હજાર 932 પુરુષ અને 94 હજાર 385 મહિલા મતદારો છે. રાપર બેઠક પર કોળી સમાજના મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ સાથે લેઉઆ પટેલ, દલિત અને રાજપૂત સમાજની વસ્તિ વધારે છે. તો રબારી, ક્ષત્રિય અને આહિર સમાજના મતો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.રાપર વિધાનસભા બેઠક પર ઓબીસી મતદારો 51 ટકા, સવર્ણ મતદારો 22 ટકા, લધુમતી 14 ટકા, એસ.સી. 12.4 ટકા અને એસ.ટી 2.2 મતદારો ટકા છે.


રાપર વિધાનસભા બેઠકનો ઈતિહાસ શું છે?
વર્ષ            વિજેતા ઉમેદવાર               પક્ષ
2017        સંતોકબેન આરેઠિયા          કોંગ્રેસ
2014 (પેટા ચૂંટણી)    પંકજ મહેતા       ભાજપ
2012        વાઘજી પટેલ                     ભાજપ
2007        બાબુભાઈ ગડા                  કોંગ્રેસ
2002        બાબુભાઈ ગડા                 કોંગ્રેસ
1998        ધીરુભાઈ શાહ                  ભાજપ
1995        બાબુભાઈ ગડા                ભાજપ
1990        હરિલાલ પટેલ                  કોંગ્રેસ
1985        હરિલાલ પટેલ                  કોંગ્રેસ
1980        બાબુભાઈ ગડા               ભાજપ
1975        હરિલાલ પટેલ                  કોંગ્રેસ
1972        પ્રેમચંદ                            કોંગ્રેસ
1967        બી ગજસિંહ                એસડબલ્યુએ
1962        જાદવજી રાઘવજી          એસડબલ્યુએ


2022માં શું થશે?
રાપર વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 14 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી પાંચ વાર કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે સાત વાર કોંગ્રેસનો વિજય થયો છે. આ વર્ષે રાપર બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. જેમાં ભાજપના માંડવી મુંદ્રાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને સીટ બદલી રાપરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે બચુભાઈ અરેઠિયા તો આમ આદમી પાર્ટીએ અંબાભાઈ પટેલને ટિકિટ આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube