BECHRAJI Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લા 7 વિધાનસભા બેઠક અપડેટ


20 ખેરાલુ બેઠક
ભાજપ ઉમેદવાર સરદારભાઈ ચૌધરી મેળવેલ મત 55460
કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈ મેળવેલ મત 51496
વિજેતા સરદારભાઈ ચૌધરી ભાજપ લીડ 3964


ઊંઝા 21
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મેળવેલ મત 88561
કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 37093
વિજેતા ભાજપ કિરીટ પટેલ લીડ 51468


વિસનગર 22
ભાજપ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલ મેળવેલ મત 88356
કોંગ્રેસ કિરીટ પટેલ મેળવેલ મત 53951
વિજેતા ઋષિકેશભાઈ પટેલ લીડ 34405


બેચરાજી 23
ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોર મેળવેલ મત 69872
કોંગ્રેસ ઉમેદવાર અમૃતજી ઠાકોર મેળવેલ મત 58586
વિજેતા બીજેપી સુખાજી ઠાકોર લીડ 11286


કડી 24
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીએ મેળવેલ મત 107052
કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારે મેળવેલ મત 78858
વિજેતા ભાજપ કરશનભાઈ સોલંકી લીડ 28194


મહેસાણા 25
ભાજપ ઉમેદવાર મુકેશભાઈ પટેલે મેળવેલ મત 98816
કોંગ્રેસ ઉમેદવાર પી કે પટેલે મેળવેલ મત 53022
વિજેતા ઉમેદવાર ભાજપ મુકેશ પટેલ લીડ 45761


વિજાપુર 26
ભાજપ ઉમેદવાર રમણભાઈ પટેલે મેળવેલ મત 71696
કોંગ્રેસ સી જે ચાવડા એ મેળવેલ મત 78749
વિજેતા કોંગ્રેસ સી જે ચાવડા લીડ 7053 મત


બેચરાજી Gujarat Chunav Result 2022: બેચરાજી વિધાનસભા બેઠક (મહેસાણા)
મહેસાણાથી અંદાજે 35 કિલોમીટર દૂર આવેલા બહુચરાજી તાલુકામાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર સોલંકી કાળથી અસ્તિત્વ ધરાવે છે. અહીં મા બહુચરનું દિવ્ય યાત્રાધામ જ્યાં બિરાજેલા માતા બહુચરના દર્શનાર્થે લોકો દેશ વિદેશથી આવે છે. બહુચરાજી મંદિરમાં ત્રીજી જેન્ડરના વોટર આગવી ઓળખ ધરાવે છે. મા બહુચરનો અહીં આનંદનો ગરબો ગવાય છે. બેચરાજી તાલુકો ખેડૂતો અને મધ્યમ વર્ગીય તમામ સમાજ અને જ્ઞાતિની વસતી ધરાવતો શ્રમજીવી તાલુકો ગણાય છે. અહીં ખેડૂતો, ખેતી અને પશુપાલકોનો વસવાટ છે. આ તાલુકામાં 44 ગામોમાં કુલ 48 જેટલા તળાવ આવેલા છે અને ખાસ અહીં બક્ષીપંચ કેટેગરીના લોકો કોઈ પણ ચૂંટણીના ઉમેદવારને જીત અપાવવામાં મહત્વના સાબિત થાય છે. 


2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે સુખાજી ઠાકોરને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે ભોપાજી ઠાકોરને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ સાગર રબારીને ટિકિટ આપી છે. 


2017ની ચૂંટણી
બેચરાજીના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર ભરતજી ઠાકોરને 80,894 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 65,083 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલ 15,811 મતોથી હાર્યા હતા. 


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 68,447 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ દરબારને 61,991 મત મળ્યા હતા.કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ દરબાર 6,456 મતોથી હાર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube