Kheralu Gujarat Chutani Result 2022: ખેરાલુ બેઠક પર ભાજપનો 4 હજારથી ઓછા મતોથી વિજય
Kheralu Gujarat Chunav Result 2022: ખેરાલુ વિધાનસભા બેઠક પર 1,16240 પુરૂષ મતદારો છે. જ્યારે 1,07,993 મહિલા મતદારો છે. ખેરાલુ વિધાનસભા બેઠક પર 2,24,235 મતદારો છે.
Kheralu Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
મહેસાણા જિલ્લા 7 વિધાનસભા બેઠક અપડેટ
20 ખેરાલુ બેઠક
ભાજપ ઉમેદવાર સરદારભાઈ ચૌધરી મેળવેલ મત 55460
કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈ મેળવેલ મત 51496
વિજેતા સરદારભાઈ ચૌધરી ભાજપ લીડ 3964
ઊંઝા 21
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મેળવેલ મત 88561
કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 37093
વિજેતા ભાજપ કિરીટ પટેલ લીડ 51468
વિસનગર 22
ભાજપ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલ મેળવેલ મત 88356
કોંગ્રેસ કિરીટ પટેલ મેળવેલ મત 53951
વિજેતા ઋષિકેશભાઈ પટેલ લીડ 34405
બેચરાજી 23
ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોર મેળવેલ મત 69872
કોંગ્રેસ ઉમેદવાર અમૃતજી ઠાકોર મેળવેલ મત 58586
વિજેતા બીજેપી સુખાજી ઠાકોર લીડ 11286
કડી 24
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીએ મેળવેલ મત 107052
કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારે મેળવેલ મત 78858
વિજેતા ભાજપ કરશનભાઈ સોલંકી લીડ 28194
મહેસાણા 25
ભાજપ ઉમેદવાર મુકેશભાઈ પટેલે મેળવેલ મત 98816
કોંગ્રેસ ઉમેદવાર પી કે પટેલે મેળવેલ મત 53022
વિજેતા ઉમેદવાર ભાજપ મુકેશ પટેલ લીડ 45761
વિજાપુર 26
ભાજપ ઉમેદવાર રમણભાઈ પટેલે મેળવેલ મત 71696
કોંગ્રેસ સી જે ચાવડા એ મેળવેલ મત 78749
વિજેતા કોંગ્રેસ સી જે ચાવડા લીડ 7053 મત
ખેરાલુ Gujarat Chunav Result 2022: ખેરાલુ વિધાનસભા બેઠક (મહેસાણા)
ખેરાલુ બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજનો દબદબો છે. ઓબીસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠકની બીજી એક ખાસ વાત છે કે આ બેઠક પર શંકરજી ઠાકોર પરિવારે વર્ષો સુધી રાજ કર્યું છે. કોંગ્રેસ કે ભાજપ બંને પક્ષમાંથી આ પરિવારે જીત મેળવી ધારાસભ્ય પદ મેળવ્યું છે.
2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે સરદાર ચૌધરીને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે મુકેશ દેસાઈને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ દિનેશ ઠાકોરને ટિકિટ આપી છે.
2017ની ચૂંટણી
ખેરાલુના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને 59,847 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના મુકેશ દેસાઈને 38,432 મત મળ્યા હતા. કૉંગ્રેસના મુકેશ દેસાઈની 21,415 મતોથી હાર થઈ હતી.
2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને 68,195 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના બાબુજી ઠાકોરને 49,809 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર 18,386 મતોથી હાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube