VIJAPUR Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લા 7 વિધાનસભા બેઠક અપડેટ


20 ખેરાલુ બેઠક
ભાજપ ઉમેદવાર સરદારભાઈ ચૌધરી મેળવેલ મત 55460
કોંગ્રેસ ઉમેદવાર મુકેશ દેસાઈ મેળવેલ મત 51496
વિજેતા સરદારભાઈ ચૌધરી ભાજપ લીડ 3964


ઊંઝા 21
ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે મેળવેલ મત 88561
કોંગ્રેસ ઉમેદવાર અરવિંદભાઈ પટેલ 37093
વિજેતા ભાજપ કિરીટ પટેલ લીડ 51468


વિસનગર 22
ભાજપ ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલ મેળવેલ મત 88356
કોંગ્રેસ કિરીટ પટેલ મેળવેલ મત 53951
વિજેતા ઋષિકેશભાઈ પટેલ લીડ 34405


બેચરાજી 23
ભાજપ ઉમેદવાર સુખાજી ઠાકોર મેળવેલ મત 69872
કોંગ્રેસ ઉમેદવાર અમૃતજી ઠાકોર મેળવેલ મત 58586
વિજેતા બીજેપી સુખાજી ઠાકોર લીડ 11286


કડી 24
ભાજપ ઉમેદવાર કરશનભાઇ સોલંકીએ મેળવેલ મત 107052
કોંગ્રેસ ઉમેદવાર પ્રવીણભાઈ પરમારે મેળવેલ મત 78858
વિજેતા ભાજપ કરશનભાઈ સોલંકી લીડ 28194


મહેસાણા 25
ભાજપ ઉમેદવાર મુકેશભાઈ પટેલે મેળવેલ મત 98816
કોંગ્રેસ ઉમેદવાર પી કે પટેલે મેળવેલ મત 53022
વિજેતા ઉમેદવાર ભાજપ મુકેશ પટેલ લીડ 45761


વિજાપુર 26
ભાજપ ઉમેદવાર રમણભાઈ પટેલે મેળવેલ મત 71696
કોંગ્રેસ સી જે ચાવડા એ મેળવેલ મત 78749
વિજેતા કોંગ્રેસ સી જે ચાવડા લીડ 7053 મત


વીજાપુર Gujarat Chunav Result 2022: વીજાપુર વિધાનસભા બેઠક (મહેસાણા)
મહેસાણાની વીજાપુર બેઠક પર 37.7 ટકા પાટીદાર, 16.2 ટકા ઠાકોર, 11.6 ટકા ક્ષત્રિય, 11.5 ટકા અનુસૂચિત જાતિ, 13.8 ટકા ઓબીસી, 4.0 ટકા બ્રાહ્મણ મતદારો છે. આ બેઠક પર 70 હજાર જેટલા પાટીદાર મતદારો છે. વીજાપુર બેઠક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવે છે. 

આ પણ વાંચોTharad Gujarat Chutani Result 2022: થરાદ બેઠક પર શંકરભાઇ ચૌધરી 11000 મતથી આગળ
આ પણ વાંચો:  Vadgam Gujarat Chutani Result 2022: વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણી આગળ


2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે રમણ પટેલને રિપીટ કર્યાં છે. જ્યારે કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ચિરાગ પટેલને ટિકિટ આપી છે. 


2017ની ચૂંટણી
વીજાપુરના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર રમણ પટેલને 72,326 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર  નાથાભાઈ પટેલને 71,162 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલની 1,164 મતથી હાર થઈ હતી. 


2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ પટેલને 70,729 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ પટેલને 61,970 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર  કાંતિભાઈ પટેલની 8,759 મતથી હાર થઈ હતી. 


આ પણ વાંચોUttar Gujarat Chutni Parinam 2022 LIVE Update: કોંગ્રેસના ગઢમાં જ કોંગ્રેસનો ખરાબ દેખાવ!, ભિલોડામાં AAP આગળ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube