નણંદ બાદ હવે રિવાબાના સસરા પણ મેદાનમાં! પુત્રવધુને બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા કરી અપીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. પ્રચાર પ્રસાર પણ તેના છેલ્લાં ચરણમાં પહોંચ્યો છે. ત્યારે હવે સંબંધોની પરિભાષા રાજનીતિને કારણે બદલાઈ ગઈ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રવિબાને ભાજપમાં ઉમેદવારી કરી છે એ દિવસથી વિવાદ તેમની સાથે જોડાયો છે. પહેલાં કોંગ્રેસના નેતા તરીકે તેમના નણંદ નયના બાદ રિવાબાનો વિરોધ કરી રહ્યાં હતાં. હવે તેમના સસરાં પણ પુત્રવધુના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરતા નજરે પડી રહ્યાં છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. પ્રચાર પ્રસાર પણ તેના છેલ્લાં ચરણમાં પહોંચ્યો છે. ત્યારે હવે સંબંધોની પરિભાષા રાજનીતિને કારણે બદલાઈ ગઈ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રવિબાને ભાજપમાં ઉમેદવારી કરી છે એ દિવસથી વિવાદ તેમની સાથે જોડાયો છે. પહેલાં કોંગ્રેસના નેતા તરીકે તેમના નણંદ નયના બાદ રિવાબાનો વિરોધ કરી રહ્યાં હતાં. હવે તેમના સસરાં પણ પુત્રવધુના બદલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા અપીલ કરતા નજરે પડી રહ્યાં છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. પ્રથમ તબકકાની ચૂંટણી માટેની 89 બેઠકો પર આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર થંભી જશે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ભાજપે 78-જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. એક તરફ રવીન્દ્ર જાડેજા પણ પોતાની પત્નીને જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની માટે મત માંગતા નજરે પડી રહ્યાં છે.
ત્યાં બીજી તરફ તેમના જ પરિવારના સભ્યો ચૂંટણીમાં તેમની સામે ઉભેલાં જોવા મળી રહ્યાં છે. રિવાબાના નણંદ એટલેકે, રવિન્દ્ર જાડેજા મોટા બહેન નયના બા પોતે કોંગ્રેસના નેતા છે અને તેઓ પણ પોતાની ભાભીને હરાવવા મતદારોને હાંકલ કરી રહ્યાં છે. આમ આ બેઠક ઉપર નણંદ અને ભાભી સામ-સામે પ્રચાર કરી રહ્યાં હોવાથી આ બેઠક હાઈપ્રોફાઈલ બની છે.
એટલું ઓછું હતું ત્યાં અધુરામાં પુરું હવે રિવાબાના સસરાંએ પણ મેદાન-એ-જંગમાં ઝુકાવ્યું છે. હવે, રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહે જાડેજાએ કોંગ્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી છે. અનિરુદ્ધસિંહે જાડેજાએ કહ્યું હતું કે, પોતાના નાના ભાઇ એવા કોંગ્રસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે તેઓને જંગી બહુમતી જીતાડવા લોકો તેમને મત આપે. રાજપૂત સમાજને તેઓએ ખાસ વિંનતી કરી હતી.