ધરા શાહ/અમદાવાદ :ધારાસભ્ય અનિલ જોશિયારાના નિધનથી ભિલોડાની વિધાનસભા બેઠક ખાલી પડી છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માથે છે, ત્યારે ZEE 24 કલાકે અરવલ્લીની ભિલોડા બેઠક પરના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. સમયની સાથે ભિલોડાની સમસ્યા પણ વધતી ગઈ છે. અહીંના લોકોની અનેક સમસ્યાઓ છે. જેમાં રોડ રસ્તાની બિસ્માર હાલત, ટ્રાફિકની વ્યવસ્થા, રખડતા ઢોર, બેરોજગારી અને સૌથી મોટો મુદ્દો છે પાણીનો. અહીં ઘણા વર્ષોથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું ત્યારે આવનાર વિધાનસભા ચુંટણીમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જનતા મત આપશે. ત્યારે ઝી 24 કલાકના બુલેટ રિપોર્ટર કાર્યક્રમમાં જુઓ સ્થાનિકો શુ કહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભિલોડા બેઠક વિશે...
ભિલોડા વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ બેઠક અરવલ્લી જિલ્લાની એકમાત્ર આદિવાસી અનામત બેઠક છે. ભિલોડા વિધાનસભા મત વિસ્તાર સાબરકાંઠા લોકસભા બેઠકનો ભાગ છે અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ છે. વર્ષ 1995 માં આ જ બેઠક પરથી અનિલ જોશિયારા ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા. તે પહેલા નજર કરીએ તો, 1998 માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી જીત્યા હતા. તો વર્ષ 2002, 2007માં, 2012માં અને 2017માં આ બેઠક પરથી અનિલ જોશિયારા જીત્યા હતા. 2017 માં અનિલ જોશિયારા કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમના નિધન બાદ આ બેઠક હાલ ખાલી પડી છે. 


આ પણ વાંચો : Facebook પર કોમેન્ટ બટન ઓન કરતા જ હાર્દિક થઈ ગયો ટ્રોલ


આવનારી ચૂંટણીમાં ખરાખરીનો જંગ
આ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય છે. પરંતુ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. અનિલ જોશી પુત્ર કેવલ જોશિયારા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. એટલે આવનાર વિધાનસભા ચુંટણીમાં હવે અહી ખરાખરીનો જંગ થશે કેમ તેના પર સૌની નજર છે. જો ભાજપ તરફથી અનિલ જોશિયારાના પુત્રને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસ માટે કપરા ચઢાણ હશે. કેમ કે, વર્ષોથી જે બેઠક અનિલ જોશિયારાના નામે રહી છે ત્યાં તેમનો જ પુત્ર ભાજપમાંથી ચૂંટણી લડશે. જો ભાજપ ટિકીટ આપશે તો આ તરફ કેવલ જોશિયારા માટે પણ અનેક સવાલો હશે. પિતાને વર્ષોથી જે જનતાએ મતથી વધાવ્યા, તે જ જનતા પુત્રને આપશે કે નહિ તે તો સમય જ બતાવશે.



ભિલોડાવાસીઓ સરકારને શુ કહેવા માંગે છે....
ભિલોડાના સ્થાનિક લોકોએ કહ્યો કે અમારા કામ રાબેતામુજબ થઈ રહ્યાં છે. અમને તેનો સંતોષ છે. એક સ્થાનિકે કહ્યુ કે, શહેરમાં તો વિકાસ દેખાતો હોય છે, પણ હકીકતનો વિકાસ કેવો છે તે જોવા ગામડે જવુ પડે. અનિલ જોશિયારાએ શક્ય તેટલા પ્રયાસો કર્યા હતા. હવે પછી કયા પક્ષના ધારાસભ્ય આવશે, પણ ગામના વિકાસનો મુદ્દો પહેલો હોવો જોઈએ. તો અન્ય એક સ્થાનિકે કહ્યુ કે, અરવલ્લી અલગ થયુ તો હોસ્પિટલ નથી મળી. ભરતી હોય તો 27 વર્ષથી અહી મેદાન પણ નથી. સરકારે આદિવાસીઓના બાળકો માટે એક ગ્રાઉન્ડ પણ નથી આપ્યું.  આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા લોકોને દૂરદૂરથી આવવુ પડે છે. તેથી બે પંચાયત દીઠ એક આરોગ્ય કેન્દ્રની અમારી માંગણી છે. આરોગ્યની દ્ર્રષ્ટિએ કોઈ સુવિધા નથી. અનેકવાર રજૂઆત કરી છે, પણ સરકારે કોઈ ધ્યાન આપ્યુ નથી. અહીંની આદિવાસી પ્રજા સારવાર માટે હિંમતનગર જાય, સાંબરકાંઠા જાય કે ક્યાં જાય તે સમજાતુ નથી. સરકારે શહેરોમાં વિકાસ કર્યો, પણ ગામડા હજી પણ વંચિત છે. મેઘરજ તાલુકો પીવાના પાણીથી તરસ્યો છે. સરકાર અમારી સમસ્યા ધ્યાને લે તે અમારી ઈચ્છા છે. 


સ્થાનિકો કહે છે, સરકાર આદિવાસી વિસ્તારમાં વિકાસના મામલે બહુ જ પાછળ છે. જિલ્લો છૂટો પડ્યા બાદ અમને અહી હોસ્પિટલ પણ નથી મળી. અમે અહી ખુદને તરછોડાયેલા માનીએ છીએ. તો અન્ય એકે કહ્યુ કે, તાલુકો અલગ કરવા તાલુકેા ભિલોડા છે અને છેવાડાના લોકોને ભિલોડા સુધી આવવુ પડે. બસોની સુવિધા નથી, તો લોકો કેવી રીતે આવે. એક મહિલા ભિલોડાવાસીએ કહ્યુ કે, અહી સરકાર ચેતનાહીન રહી છે.