ધરા શાહ/અમદાવાદ :ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકની વાત કરીએ, તો રાજકીય દ્રષ્ટિએ તે ખાસ ગણાય છે. અરવલ્લીની બાયડ બેઠકે રાજકીય રીતે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. બાયડ હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ધવલસિંહે પક્ષ બદલતા લોકોએ પેટાચૂંટણીમા તેમને જાકારો આપ્યો અને અહી ફરીથી કોંગ્રેસ છવાયું. ત્યારે 2022 ની ચૂંટણીમા બાયડની જનતા કોને સાથ આપશે અને કોને જાકારો આપશે, સ્થાનિકોનું શું કહેવુ છે તે જાણીએ. ZEE ની ઝી24 કલાકે બાયડના સ્થાનિકો સાથે મુલાકાત કરી અને આવનાર વિધાનસભા ચૂંટણી 2022 માટે જનતાનો શુ છે મુડ તે જાણવાનો પ્રયાસ ઝી 24 કલાકે કર્યો. ત્યારે સૌથી પહેલા તો બાયડ વિધાનસભાનો ઈતિહાસ જાણી લઈએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાયડ બેઠક વિશે...
વર્ષ 1990માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ચંદ્રભાણસિંહ મૂળસિંહજી સોલંકી જીત્યા હતા. વર્ષ 1995 માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામસિંહ રૂપસિંહ સોલંકી જીત્યા હતા. 1998માં બાયડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર સોમાભાઈ પટેલ જીત્યા હતા. તો 2002માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામસિંહ રૂપસિંહ સોલંકી જીત્યા હતા. વર્ષ 2007 માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉદેસિંહ ઝાલા જીત્યા હતા. 2012 માં આ બેઠક પરથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. 1998 થી 2012 સુધી બાયડનો રાજકીય ઈતિહાસ રોચક કહી શકાય. કેમ કે અહી એક ટર્મ ભાજપના ધારાસભ્ય હતા, તો એક ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા. હવે વાત કરીએ, 2017 ની તો અહીં 2017 ની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ જતા પેટાચૂંટણીમાં ધવલસિંહ ઝાલાને જનતાએ જાકારો આપ્યો અને  2019માં બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ. જેમાં ધવલસિંહ ઝાલા ભાજપમાંથી લડ્યા અને કોંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી. જો કે ધવલસિંહ ઝાલા હારી ગયા અને જશુભાઈ જીતી ગયા.


આ પણ વાંચો : જે કામ પોલીસ ન કરી શકી, તે એક નાનકડા ગામના સરપંચે કરી બતાવ્યું


ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માથે છે, ત્યારે ZEE 24 કલાકે અરવલ્લીની બાયડ બેઠક પરના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. સમયની સાથે બાયડની સમસ્યા પણ વધતી ગઈ છે. અહીંના લોકોની અનેક સમસ્યાઓ છે. જેમાં રોડ રસ્તાની બિસ્માર હાલત, ટ્રાફિકની વ્યવસ્થા, રખડતા ઢોર, બેરોજગારી અને સૌથી મોટો મુદ્દો છે પાણીનો. અહીં ઘણા વર્ષોથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું ત્યારે આવનાર વિધાનસભા ચુંટણીમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જનતા મત આપશે. ત્યારે ઝી 24 કલાકના બુલેટ રિપોર્ટર કાર્યક્રમમાં જુઓ સ્થાનિકો શુ કહે છે.


વિદેશ જવાની ઘેલછા રાખતા ગુજરાતીઓ ચેતજો, અમેરિકામાં પટેલ યુવકની તેના જ સ્ટોરમાં કરાઈ હત્યા 


એક સ્થાનિકે કહ્યુ કે, ટિકિટ કોની આપવી ન આપવી પાર્ટીનો અંગત પ્રશ્ન છે, પણ ખેડૂતોની 14 કલાક લાઈટની વર્ષોની માંગ છે તે પૂરી થવી જોઈએ. અહી ખેડૂતોના પ્રશ્નો ત્યાંના ત્યાં જ છે. અન્ય એક સ્થાનિકે કહ્યુ કે, અમારી રજૂઆતોનુ પરિણામ અત્યાર સુધી સારુ મળે છે. અહી હવે હીરા ઉદ્યોગથી પણ કમાણી થાય છે. એક સ્થાનિક ખેડૂતે કહ્યુ કે, વિકાસ મામલે ભાજપની સરકારથી અમે સંતુષ્ટ છીએ. મને ટેકાના મળતા ભાવથી પણ સંતોષ છે. આ સરકાર ખેડૂતોની બેલી છે. પરંતુ અહી કોઈ ઈન્ડસ્ટ્રીઝ આવે તો અહીના મજૂરોને અમદાવાદ મજૂરી માટે જવુ નહિ પડે.