ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા જિલ્લો ઘણો મહત્વનો છે. આ કારણે તેને ગુજરાતની રાજનીતિની પ્રયોગશાળા કહેવામાં આવે છે. હાલમાં ઉંઝા બેઠક ભાજપ પાસે છે. પરંતુ આશાબહેન પટેલનું નિધન થતાં બેઠક ખાલી હતી. હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આજે વાત કરીશું મહેસાણાની ઉંઝા બેઠકની. કોંગ્રેસ પણ હાલમાં આ બેઠક પર જોર લગાવી રહ્યું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. પરંતુ આ સત્તા બહુ લાંબો સમય સુધી ટકી શકી ન હતી. કેમ કે આશાબહેન પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના કારણે ઉંઝા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આશાબહેન પટેલ ભાજપની ટિકીટ પરથી વિજયી બન્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક પર મતદારો:
આ બેઠક પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું સ્થાન છે. અહીંયા ખેડૂતો વરિયાળી અને જીરાનું ઉત્પાદન કરે છે. આ સીટ પર પાટીદારોનું વર્ચસ્વ માનવામાં આવે છે. અહીંયા 38 ટકા પાટીદાર મત છે. પાટીદારોના મત જેના પક્ષમાં જાય છે તેનો વિજય નક્કી માનવામાં આવે છે. પાટીદાર મતદારોના કારણે આ બેઠક બીજેપીનો ગઢ માનવામાં આવે છે.


2019નું પરિણામ:
2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના આશા પટેલને 77 હજાર 459 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ પટેલને 54 હજાર 387 મત મળ્યા હતા.


ઉંઝા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ    વિજેતા ઉમેદવાર              પક્ષ

1962  અંબાલાલ પટેલ            કોંગ્રેસ
1967  પી એસ મોહનલાલ          SWA   
1972  શંકરલાલ ગુરુ                કોંગ્રેસ
1975  કાંતિ પટેલ                   IND
1980  કાનજી પટેલ                     JNP
1985  ચીમનભાઈ પટેલ            JNP
1990  ચીમનભાઈ પટેલ            JD
1995  નારણ પટેલ                    ભાજપ
1998  નારણ પટેલ                    ભાજપ
2002  નારણ પટેલ                    ભાજપ
2007  નારણ પટેલ                    ભાજપ
2012  નારણ પટેલ                    ભાજપ
2017  ડો. આશા પટેલ            કોંગ્રેસ
2019  ડો. આશા પટેલ            ભાજપ


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube