ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે દિલ્હીથી આવેલી આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. ત્યારે આ વખતે ચૂંટણીઓમાં તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની તો અહીં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન પટેલે ગઈ ટર્મમાં વિજેતા બન્યા હતાં. જે આ વખતે પણ કોંગ્રેસે ફરી ગેનીબહેનને ટિકિટ આપીને રિપીટ કર્યાં છે. એવામાં ગેનીબહેનને હરાવવા માટે ભાજપે સ્વરૂપજી ઠાકોર અને આમ આદમી પાર્ટીએ ડો.ભીમ પટેલને ટિકિટ આપીને મેદાન-એ-જંગમાં ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક એટલે વાવ વિધાનસભા બેઠક. અહીં હંમેશા કાંટાની ટક્કર જેવી રાજનીતિ રહી છે. બનાસકાંઠા જિલ્લાની મહત્વની વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે. હાલ અહીંથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ધારાસભ્ય છે. જેની સામે ભાજપે પણ ઠાકોર સમાજના જ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. અહીંથી શંકર ચૌધરી ધારાસભ્ય રહી ચુક્યા છે. જેઓ પૂર્વ આરોગ્યમંત્રી પણ હતા.


શું છે વાવના સમીકરણો?
વાવ વિધાનસભા બેઠક અંતર્ગત લગભગ 2 લાખ 39 હજાર 275 મતદારો છે. જેમાં 1 લાખ 26 હજાર 696 પુરુષ મતદારો છે. તો 1 લાખ 12 હજાર 579 મહિલા મતદારો છે. અહીં 281 મતદાન મથકો છે. અહીં ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો મુખ્ય છે. એટલે આ બે સમાજ જેને સમર્થન આપે તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ બેઠક પર ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા અને રબારી 9.1 ટકા મતદારો છે


વિધાનસભા ચૂંટણીઓમાં વાવ બેઠકનો હિસાબઃ


વર્ષ       વિજેતા ઉમેદવાર      પક્ષ


2017    ગેનીબેન ઠાકોર        કોંગ્રેસ
2012    શંકર ચૌધરી             ભાજપ
2007    પરબત પટેલ            ભાજપ
2002    હેમાજી રાજપૂત         કોંગ્રેસ
1998    હેમાજી રાજપૂત        કોંગ્રેસ
1995    પરબત પટેલ            સ્વતંત્ર
1990    માવજીભાઈ પટેલ      જનતાદળ
1985    પરબત પટેલ             કોંગ્રેસ
1980    હેમાભાઈ પરમાર       કોંગ્રેસ
1975    હેમાભાઈ પરમાર      કોંગ્રેસ
1972    દોલતભાઈ પરમાર    કોંગ્રેસ
1967    જે. પી પરમાર           સ્વરાજ્ય પાર્ટી


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube