Gujarat Election 2022  Dates live update: છેલ્લા ઘણા સમયથી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી, જેનો આજે અંત આવ્યો. આજે ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે.


ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછા મતદાનની ટકાવારી ધરાવતા કેન્દ્રોની ઓળખ કરવામાં આવી છે, ત્યાં મતદાનની ટકાવારી વધારવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube