બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં વાપસી કરવા માટે મેદાનમાં ઉતરવાની છે. ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરવાના છે. ભાજપ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેજ પ્રમુખને આપશે માર્ગદર્શન
ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં પેજ પ્રમુખને ખુબ મહત્વનું સ્થાન આપે છે. ભાજપ પેજ પ્રમુખના સહારે પોતાની રણનીતિ પણ બનાવતું હોય છે. હવે આ પેજ પ્રમુખો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંવાદ કરવાના છે. આ દરમિયાન પીએમ મોદી ચૂંટણીને લઈને પણ માર્ગદર્શન આપી શકે છે. 25 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમો એપ દ્વારા પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કરશે. ગુજરાતમાં ભાજપના પાંચ લાખથી વધુ પેજ પ્રમુખો છે. 


આ પણ વાંચોઃ ટાસ્ક ફોર્સની ચેતવણી, ઓમિક્રોન કોઈ ઈમ્યુનિટીને ગાંઠતો નથી, તેને ફ્લૂ સમજવાની ભૂલ ન કરતા


અમિત શાહ, સીઆર પાટીલ પણ બન્યા છે પેજ પ્રમુખ
ભાજપ ચૂંટણી જીતવા માટે પેજ પ્રમુખને ખુબ મહત્વ આપતું રહ્યું છે. ગુજરાતમાં પેજ સમિતિના સભ્યો સાથે પ્રધાનમંત્રી મોદી સંવાદ કરવાના છે. જે સભ્યોએ નમો એપ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેમને તક મળશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક મોટા નેતાઓ પેજ પ્રમુખ બનેલા છે. 


દેશમાં આ મોડલ લાગૂ કરવાનો પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે સફળતા મેળવી છે તેમાં પેજ સમિતિનું ખુબ મોટુ યોગદાન રહેલું છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પેજ સમિતિ પર ખુબ ભાર મુક્યો હતો. ગુજરાતમાં પેજ સમિતિની રચના બાદ ભાજપ વધુ મજબૂત બન્યું છે. હવે આ મોડલને દેશમાં અન્ય જગ્યાએ લાગૂ કરવાનો પ્રયાસ પણ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube