ટાસ્ક ફોર્સની ચેતવણી, ઓમિક્રોન કોઈ ઈમ્યુનિટીને ગાંઠતો નથી, તેને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરતા

ગુજરાતમાં જે રીતે કેસો વધી રહ્યા છે, એ જોતાં કેસોની સંખ્યા અહીં નહીં અટકે તો આગામી દિવસમાં રોજના 50 હજારથી 1 લાખ કેસો આવી શકે છે. કોરોનાના વધતા સંક્રમણ મામલે રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય વી.એન. શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આ ભીતિ વ્યક્ત કરી છે

ટાસ્ક ફોર્સની ચેતવણી, ઓમિક્રોન કોઈ ઈમ્યુનિટીને ગાંઠતો નથી, તેને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરતા

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં જે રીતે કેસો વધી રહ્યા છે, એ જોતાં કેસોની સંખ્યા અહીં નહીં અટકે તો આગામી દિવસમાં રોજના 50 હજારથી 1 લાખ કેસો આવી શકે છે. કોરોનાના વધતા સંક્રમણ મામલે રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય વી.એન. શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આ ભીતિ વ્યક્ત કરી છે. ઝાયડ્સ હોસ્પિટલના MD અને કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડોક્ટર વી.એન. શાહે કહ્યું કે, રાજ્યમાં આગામી દિવસમાં કોરોના સંક્રમણનો દર વધશે. વધતા કેસોને જોતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. રાજ્ય સરકાર એલર્ટ છે, વેક્સીનેશન સારું થયું છે એટલે સ્થિતિ નિયંત્રણમાં લાગી રહી છે, પરંતુ ઢીલ રાખીશું તો નહીં ચાલે. કોરોના મામલે WHOએ પહેલાં જે નિવેદન આપ્યું હતું કે કોરોના આ વર્ષે જતો રહેશે પરંતુ હવે ફરીથી કહ્યું છે કે કોરોના જવાનો નથી. આપણે તેની સાથે રહેતાં શીખી જવું પડશે. 

આ અંગે ડૉક્ટર વી એન શાહનું કહેવું છે કે કોરોના ગયો નથી, જવાનો નથી, એની સાથે જ જીવતા શીખવું પડશે. આ પેંડેમીક એંડેમીક તરફ જશે, પરંતુ કેટલો સમય થશે એની આપણને જાણ નથી, એટલે WHO નું નિવેદન બદલાતું રહે છે. જે રીતે કેસો વધ્યા છે એ જોતાં જ આ શરૂઆત કહેવાશે, જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં પિક આવવાની શક્યતા છે. યુરોપના કેટલાક દેશોએ કોરોનાને ફલૂ જાહેર કર્યો છે એ મામલે ડોકટર શાહે જણાવ્યું કે કોઈ વેરિયન્ટ માઈલ્ડ હોઈ શકે પરંતુ કોરોના ગંભીર નથી એ સમજવું પડશે, હાલ કંઈપણ કહેવું ઉતાવળ કહેવાશે. ઓમીક્રોન સામાન્ય ફલૂ નથી, એટલે એની ગંભીરતા સમજવી પડશે.

રાજ્ય સરકાર ગઠિત કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને ઝાયડસ હોસ્પિટલના એમડી ડૉક્ટર વી. એન. શાહે ઝી 24 કલાકને જણાવ્યું છે કે, જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ શકે. યુરોપના કેટલાક દેશોએ કોરોનાને ફલૂ જાહેર કર્યો છે એ મામલે ડોકટર શાહે જણાવ્યું કે કોઈ વેરિયન્ટ માઈલ્ડ હોઈ શકે પરંતુ હાલ કંઈ પણ કહેવું ઉતાવળીયું પગલું ગણાશે. ઓમિક્રોન સામાન્ય ફલૂ નથી, એટલે એની ગંભીરતા સમજવી પડશે. 

ત્રીજી લહેરની ટોચ ઉપર ગુજરાત આગળ વધી રહ્યું છે. આવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોના સાવચેત રહેવા અપીલ કરતા કહ્યું કે, માસ્ક ના પહેરીએ અને અંતર ના જાળવીએ તો ચેપ લાગી શકે છે. કોરોનાથી બચવા રસીના બંને ડોઝ લીધેલા જરૂરી છે. ગુજરાતમાં દરેક પાંચમી સેકન્ડે એક વ્યક્તિને કોરોનાનો ચેપ લાગતાં સરકારે કહ્યું- કોરોનાને સાદો તાવ સમજવાની જરૂર નથી. કેસ વધશે તો હૉસ્પિટલમાં દર્દીઓ પણ વધશે. માસ્ક પહેરો અને નિયમો પાળો. 

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હાલ જે ગાઈડલાઈન છે એ યથાવત રહેશે. સમય મુજબ આગામી ગાઈડલાઈનનો નિર્ણય કરીશું. લોકો ટેસ્ટ કરાવે છે, પણ કેટલાક લોકો જાતે જ ટેસ્ટ કરાવે અને રજિસ્ટ્રેશન ના કરાવે તો આંકડો એનો મળતો નથી. લોકો રજિસ્ટ્રેશન કરાવે એ જરૂરી છે જેથી પરિસ્થિતિનો તાગ મળી શકે. સ્કૂલના વર્ગો જે ઓફલાઇન છે, કોલેજોના ઓફલાઇન વર્ગો બંધ કરવા અંગે હજુ કોઈ નિર્ણય નથી, સમય અને પરિસ્થિતિઓ જોઈને નિર્ણય લઈશું. ભાજપ હોય કે કોંગ્રેસ, ngo, સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ તમામ એ ગાઈડલાઈન ફોલો કરવી જોઈએ. હાલ 1500 મેટ્રિક ટનની ઓક્સિજનની કેપેસિટી છે, જેમાંથી 70 મેટ્રિક ટનની હાલ વપરાશ છે. 

ડો. તુષાર પટેલે કહ્યું કે, અત્યારે માઈલ્ડ કેસો આવે છે. માઈલ્ડ કેસોમાં તાવ આવે, અત્યારે હજારો દર્દીઓ અમે જોયા જેમાં તાવ એક જ દિવસ આવે છે, બીજા દિવસમાં તાવ નથી આવતો. અત્યારે આ વેરિયન્ટમાં શરદી અને નાક બંધ થવાની સમસ્યા જોવા મળે છે, બે દિવસ કે 4 દિવસ બાદ શરદી બાદ ખાંસી આવે છે. અત્યારે ઓમિક્રોનમાં દવામાં દુખાવો થાય છે, ખાવાની તકલીફ પડે એવું થાય છે, ડરવાની જરૂર નથી, બે દિવસમાં મટી જાય છે. ગરમ પાણીના કોગળા કરીએ એટલે દુખાવો દૂર થાય છે. જે વેક્સીનેશન થયું એના કારણે આ વખતે લંગ્સમાં સમસ્યા નથી થતી. 2 કે 4 લીટર પાણી પીએ તો સારું. જો સૂકી ખાંસી આવે અને તાવ આવે તો અગાઉ આપણે જોયું કે ઓક્સિજન ઘટે તો જ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. 17 હજાર કેસ આવ્યા પણ હજુ ICU માં દર્દી નથી, એટલે ડરવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું પડે.

ડો. વી.એન. શાહે જણાવ્યુ કે, આ વાયરસ ગયો નથી, જવાનો નથી, જોડે જીવતા શીખવું પડશે. આ પેન્ડેમિક હવે એન્ડેમિક તરફ જશે, પણ ક્યારે એ કહેવું મુશ્કેલ છે, 1 વર્ષ પણ થાય. નવું મ્યુટેશન ના આવે એવી પ્રાર્થના કરીએ. બે વર્ષથી SMS ની વાત થઈ રહી છે, હજુ પણ આ જરૂરી છે. વેન્ટિલેટર વાળા વિસ્તારમાં રહીએ તો બચી શકીશું. ભારતમાં વેક્સીનેશન સારું છે, વિશ્વમાં આપણો આંકડો રેકોર્ડ છે. ICU માં હાલ જે છે, જેમના મૃત્યુ થયા એમાં 80 ટકા વેક્સીન વિનાના છે. લાખો બાળકો વેક્સીન વિનાના છે. જો લક્ષણ હોય તો રિપોર્ટ કરાવો, તો જ ડેટા સરકારને ઓન મળશે, શુ અસર થાય છે એ સમજી શકાશે. ખોટા રિપોર્ટ ના કરાવો, લક્ષણ ના હોય તો રિપોર્ટ ના કરાવો. 5 કે 7 દિવસ બાદ જો કોઈ સમસ્યા ના હોય તો નેગેટિવ છીએ એ જાણવા રિપોર્ટની જરૂર નથી. સરકારની મર્યાદા છે, એક સંખ્યા કરતા વધુ ટેસ્ટ ઓન શક્ય નથી. આવામાં N95 માસ્ક પહેરીએ તો સારું. પિક જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આવી શકે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news