ગુજરાત ચૂંટણીની તડામાર તૈયારીઓ: AAP અને BJPમાં ગાંધી ટોપીની જબરી ડિમાન્ડ, જાણો વિગતે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખાસ કરીને દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌથી મહત્વની વાત છે કે પ્રચાર અને પ્રસાર. ઝંડા ,ટોપી ,ખેસ સહિતની અન્ય જે સામગ્રીઓ છે તે પ્રચાર અને પ્રસાર માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે.
ચેતન પટેલ/સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે સમયે જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, ત્યારે આ દરેક પાર્ટીઓ પ્રચાર અને પ્રસારના જે સાધનો છે. તેના ઓર્ડરો હવે ધીરે ધીરે આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખ્યો જંગ જોવા મળશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ખાસ કરીને દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌથી મહત્વની વાત છે કે પ્રચાર અને પ્રસાર. ઝંડા ,ટોપી ,ખેસ સહિતની અન્ય જે સામગ્રીઓ છે તે પ્રચાર અને પ્રસાર માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ત્યારે ધીરે ધીરે હવે દરેક રાજકીય પાર્ટીઓ પ્રચાર અને પ્રસાર ની સામગ્રીઓના ઓર્ડર આપી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જોવા મળશે .ત્યારે હાલ ભાજપ અને આમ આદમી પાર્ટીનો ઓર્ડર સૌથી વધુ મળી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ હજી સુધી ઓર્ડર આપવામાં આવ્યો નથી.
ટોપીની જો વાત કરીએ તો રૂપિયા પાંચથી લઈને 50 રૂપિયા સુધીની ટોપીઓ બનાવવામાં આવી રહી છે આ જ રીતે અલગ અલગ મટીરીયલ્સ ના ઝંડાઓ જે તે પાર્ટીઓના પણ બનાવવામાં આવી રહ્યા છે જેની કિંમત રૂપિયા 50 થી લઈને 500 રૂપિયા સુધીની છે ખેસની જો વાત કરીએ તો તેની કિંમત પણ રૂપિયા 50 થી લઈને 200 સુધીના ખેસ બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ જુઓ વીડિયો:-
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube