સપના શર્મા/અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે આવતીકાલે શપથ લેવાના છે. ત્યારે હવે ADRએ જીતેલા 182 ધારાસભ્યોનો ગુનાહિત ઇતિહાસ અને સંપત્તિનો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા 182 ઉમેદવારોમાંથી 40 સામે ગુના નોંધાયેલા છે. જેમાં 29 સામે ગંભીર ગુના નોંધાયેલા હોવાનો ADRના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિધાનસભા ચૂંટણી 2022માં જીતેલા ઉમેદવારોને લઇ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતેલા 182 ઉમેદવારો પૈકીના 40 ઉમેદવાર (22)% સામે ગુનાઓ નોંધાયેલા છે, જયારે 29(16)% ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 2017ની ચૂંટણીમાં જીતેલા 47(26)% ઉમેદવારો સામે ગુનાઓ નોંધાયેલા હતા. જયારે 33(18)% સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. ચૂંટણીમાં જીત હાંસલ કરનારા કોંગ્રેના અનંત પટેલ અને કિરીટ પટેલ તેમજ ભાજપના કાળુભાઇ રાઠોડ ઉપર હત્યાના પ્રયાસના ગુના (IPC 307) દાખલ છે. 


BJP ના જેઠાભાઇ ભરવાડ અને જનકભાઈ તલાવીયા, કોંગ્રેસના જીગ્નેશ મેવાણી અને AAP ના ચૈતરભાઈ વસાવા ઉપર મહિલાઓ સામેના ગુનાઓ નોંધાયા છે. ગુનાઈત ઇતિહાસ ધરાવતા જીતેલા ઉમેદવારોમાંથી BJP ના 26(17)%, કોંગ્રેસના 9(53)%, AAP ના 2(40)% અને અપક્ષના 2(68)% એસપીના 1 ઉમેદવાર છે. ગંભીર ગુનાઓ ધરાવતા જીતેલા ઉમેદવારોમાંથી BJPના 20, INC ના 4,  AAPના 2, અપક્ષના 2 અને SPના 1 ઉમેદવાર છે.


જીતેલા ઉમેદવારોની શૈક્ષણિક માહિતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા 182 ઉમેદવારો પૈકી 86 (47)% ઉમેદવારો ધોરણ 5 થી 12 સુધીનું શિક્ષણ ધરાવે છે. 83(46)% ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ ભણેલા, 7 ઉમેદવાર સાક્ષર અને 6 ડિપ્લોમાં હોલ્ડર
62 (34)%ઉમેદવારો 25-50 વર્ષ સુધીના જયારે 120(66)% ઉમેદવારો 51 થી 80 વચ્ચેની ઉંમરના છે. 2022 માં 15 (8)% મહિલાઓ છે જે 2017 માં 13(7)% હતી


કરોડપતિ વિજયી ઉમેદવારો
182 ઉમેદવારો પૈકી 151(83)% કરોડપતિ છે, જયારે 207માં 141(77)% હતા. BJPના સૌથી વધુ 132(85)%ઉમેદવાર કરોડપતિ છે. INCના 14(82)%, AAP ના 1(20)%SP ના 1 અને અપક્ષના ત્રણેય ઉમેદવારો કરોડપતિ છે. 5 કરોડથી વધુ મિલકત હોય તેવા 73, 2 કરોડથી વધુ મિલકત હોય તેવા 52, 50 લાખથી વધુ મિલકત હોય તેવા 46, જયારે તેનાથી ઓછી મિલકત વાળા 11 ઉમેદવાર છે. ઉમેદવારોની સરેરાશ મિલકત 16.41 કરોડ છે, જે 2017 માં 8.46 કરોડ હતી. સૌથી વધુ 661 કરોડની મિલકત માણસા બેઠકના જયંતભાઈ પટેલ પાસે છે.


ફરીથી ચૂંટાઈને આવેલા ઉમેદવારોની આવકમાં વધારો
2022 ની વિધાનસભાની ચૂંટણીમાં 74 MLA ફરીથી ચૂંટાયા જે 2017 માં ચૂંટાયા હતા. ફરીથી ચૂંટાયેલા 74 ઉમેદવારોની સરેરાશ મિલકતમાં 40% નો વધારો થયો છે. સૌથી વધુ આવક દસ્ક્રોઈના બાબુભાઇ જમનાદાસ પટેલની આવક 28 કરોડ વધી છે. બીજા નંબરે મજુરાના ઉમેદવાર હર્ષ સંઘવીની આવક 15 કરોડ વધી છે. આ સાથે નિકોલના જગદીશ વિશ્વકર્માની આવક 14 કરોડ વધી છે. મોટા ભાગના ઉમેદવારોની આવકમાં વધારો થયો છે. જ્યારે 74 માંથી 12 ઉમેદવારોની આવકમાં ઘટાડો થયો છે. સંતરામપુર બેઠકના ડો. કુબેરભાઈ ડીંડોરની આવકમાં 79% નો ઘટાડો નોંધાયો છે. કારંજ બેઠકના પ્રવીણભાઈ ઘોઘારીની આવકમાં 58% ઘટાડો થયો છે, જ્યારે જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલની આવકમાં 46% નો ઘટાડો નોંધાયો છે.


જીતેલા ઉમેદવારોની શૈક્ષણિક માહિતી
જીતેલા 182 ઉમેદવારો પૈકી 86(47)% ઉમેદવારો ધોરણ 5 થી 12 સુધીનું શિક્ષણ ધરાવે છે. 83(46)% ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ ભણેલા, 7 ઉમેદવાર સાક્ષર અને 6 ડિપ્લોમા હોલ્ડર છે. 62 (34)%ઉમેદવારો 25-50 વર્ષ સુધીના, જયારે 120(66)% ઉમેદવારો 51 થી 80 વચ્ચેની ઉંમરના છે. 2022માં 15 (8)% મહિલાઓ છે, જે 2017 માં 13(7)% હતી. 


ફરીથી ચૂંટાઈને આવેલા ઉમેદવારો
2022 ની વિધાનસભાની ચૂંટણીમાં 74 MLA ફરીથી ચૂંટાયા જે 2017 માં ચૂંટાયા હતા. ફરીથી ચૂંટાયેલા 74 ઉમેદવારોની સરેરાશ મિલકતમાં 40% નો વધારો થયો. અર્જુનસિંહ ચૌહાણની મિલકતમાં સૌથી વધુ વધારો થયો, 2017માં 12 લાખ આવકની સામે 2022 માં 84 લાખ આમ 573% નો વધારો નોંધાયો છે. લીમખેડા બેઠકના ભાભોર શૈલેષભાઇ ની 2017માં 19 લાખ આવક હતી, જે 2022 માં 1.14 કરોડ થઇ. 481% નો વધારો નોંધાયો છે. વડોદરા બેઠકના મનીષા વકીલની આવક 2017માં 49 લાખ હતી, જે 2022માં વધીને 2 કરોડ થઇ. 308% નો વધારો થયો છે. મોટા ભાગના ઉમેદવારોની આવકમાં વધારો નોંધાયો છે.