અમદાવાદઃ AIMIM Vote Share In Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની તમામ 182 સીટો પર મત ગણતરી ચાલી રહી છે. ઘણી સીટોના પરિણામ પર આવી ગયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઈતિહાસ રચી રહી છે. રાજ્યમાં ભાજપ 157 સીટો પર જીત મેળવી રહી છે. તો કોંગ્રેસ પાર્ટીનો આંકડો પણ માત્ર 16 જેટલો છે. આમ આદમી પાર્ટી કોઈ કમાલ કરી શકી નથી. આ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમની સ્થિતિ વધુ ખરાબ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અત્યાર સુધી આવેલા ટ્રેન્ડ પ્રમાણે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમમીન પાર્ટીનું ખાતુ ખુલતું જોવા મળી રહ્યું નથી. એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મોટા પાયે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે સ્લોટર હાઉસનો મુદ્દો જોર-શોરથી ઉઠાવ્યો હતો, પરંતુ તેની ખાસ અસર જોવા મળી નથી. 


મુસ્લિમ બહુમતી સીટ પર પણ પાછળ
અસદુદ્દીન ઓવૈસીએ પોતાને મુસ્લિમ શુભેચ્છક ગણાવીને વોટ માંગ્યા હતા, પરંતુ ગુજરાતની મુસ્લિમ બહુમતીવાળી જમાલપુર-ખાડિયા બેઠક પર તેમનો ઉમેદવાર પણ ત્રીજા નંબરે ચાલી રહ્યો છે. કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અહીંથી જીત્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ બીજા ક્રમે છે. જ્યારે AIMIMના ઉમેદવાર સાબીર કાબલીવાલા ત્રીજા સ્થાને  રહ્યા છે. સાબીર કાબલીવાલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના રાજ્ય અધ્યક્ષ પણ છે અને તેમને અત્યાર સુધીમાં માત્ર 12 ટકા મત મળ્યા છે.


આ પણ વાંચોઃ બાયડમાં ધવલસિંહની જીત, વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્ર સિંહ વાઘેલા તો કુતિયાણામાં કાંધલ


જમાલપુર-ખાડિયામાં કુલ 2.31 લાખ મતદારોમાંથી 60 ટકા અથવા 1,35,000 મતદારો મુસ્લિમ સમુદાયના છે. આ તે સીટ પણ છે જ્યાં તમામની નજર તેના પર હતી કે શું AIMIM મુસ્લિમ સમુદાયમાંથી આવતા મતોના વિભાજન કરીને કોંગ્રેસના ઉમેદવારની તકોને અસર કરી શકે છે. જોકે, AIMIM અહીં કોઈ ચમત્કાર કરી શકી નથી.


AIMIM પણ NOTAથી પાછળ
ગુજરાતમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટી (AIMIM)ની મુશ્કેલીનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે NOTAને પણ AIMIM કરતા વધુ વોટ મળ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં NOTAને ગુજરાતમાં 1.60 ટકા વોટ મળ્યા છે જ્યારે AIMIM માત્ર 0.33 ટકા વોટ મેળવી શકી છે. જો કે હવે જોવાનું એ રહેશે કે તમામ સીટોના ​​પરિણામ આવ્યા બાદ AIMIMનું પ્રદર્શન કેવું રહે છે. હાલ ગુજરાતની જનતાએ અસદુદ્દીન ઓવૈસીને ફગાવી દીધા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube