Bhavnagar West Gujarat Chunav Result 2022: ભાજપના જીતુ વાઘાણીએ હરિફ ઉમેદવાર કિશોરસિંહ ગોહિલને 41222 મતથી હરાવ્યા છે. આ બેઠકમાં ચિત્રા મસ્તરામ બાપા મંદિર સામે વર્ષોથી ચિત્રા GIDC પણ આવેલી છે. આ બેઠક પર અનેક પ્રકારના વ્યવસાયો ખીલ્યા છે. ચિત્રા જીઆઇડીસીમાં શ્રમિકો અને મધ્યમવર્ગને રોજગાર મળે છે તો, હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકઃ
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં નારી ચોકડી, મસ્તરામ બાપા મંદિર, યાર્ડ, દેસાઈનગર, લાલટાંકી, બોરતળાવ, શાસ્ત્રીનગર અને નિલમબાગ તેમજ કુંભારવાડા જેવા પછાત વિસ્તારનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ચિત્રા મસ્તરામ બાપા મંદિર સામે વર્ષોથી ચિત્રા GIDC પણ આવેલી છે. આ બેઠક પર અનેક પ્રકારના વ્યવસાયો ખીલ્યા છે. ચિત્રા જીઆઇડીસીમાં શ્રમિકો અને મધ્યમવર્ગને રોજગાર મળે છે તો, હીરાના કારખાનાઓ, પ્લાસ્ટિકના કારખાનાઓ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડે છે.

2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    જીતુ વાઘાણી
કોંગ્રેસ     કિશોરસિંહ ગોહિલ
આપ    રાજુ સોલંકી


2017ની ચૂંટણીઃ-
જીતુભાઇ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પર સારી પકડ ધરાવે છે. બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,41,893 નોંધાયેલ છે. જેમાં 2017ની ચૂંટણીમાં 1,51,406 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં જીતુ વાઘાણીને 55.28 ટકા મત અને કોંગ્રેસને 37.33 ટકા મત મળ્યા હતાં. આ બેઠક પરથી શક્તિસિંહ ગોહિલ હતાં ત્યારે તેમનું કદ મોટું હતું.


2012ની ચૂંટણી:-
ભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતો પણ ભાજપી વલણ ધરાવે છે.