ચૂંટણીના વર્ષમાં PM મોદી 29-30 સપ્ટે. ના રોજ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
PM Nodi Gujarat Tour: PM મોદી બે દિવસીય ગુજરાતમાં સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ધામા ગુજરાતમાં વધવા લાગ્યા છે. ત્યારે PM મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં કરોડોના વિકાસ કાર્યોની પીએમ મોદી ગુજરાતને ભેટ આપશે.
PM મોદી બે દિવસીય ગુજરાતમાં સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ PM મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે. PM મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. એમના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ પર નજર કરીએ તો...
30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને PM મોદી કાલુપુર રેલવે સ્ટેશન જશે. મોદી કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની પીએમ મોદી શરૂઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. મોદી અમદાવાદથી રાજભવન આવશે. 30મીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું પણ વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદીરે દર્શન કરીને પીએમ મોદી ગબ્બર ખાતે પણ દર્શન કરવા જશે.
જાણો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ
29 સપ્ટેમ્બર
- સવારે 10 વાગે સુરત એરપોર્ટ પહોંચશે
- ત્યાંથી રોડ શો યોજી સભા સ્થળે પહોંચશે
- સવારે 11 થી 12.30 સુધી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભા ને સંબોધન કરશે
- 12.30 કલાકે ભાવનગર જવા રવાના થશે
- 1.30 વાગે ભાવનગર પહોંચશે પીએમ મોદી
- 2 કિ.મી લાંબા રોડ શો થી પીએમ નું સ્વાગત કરાશે
- બપોરે 2 થી 3 વાગ્યા સુધી વિવિધ પ્રોજેક્ટ ના લોકાર્પણ અને સંબોધન કરશે પીએમ
- બપોરે 3. 30 કલાકે ગાંધીનગર આવવા રવાના થશે
- સાંજે 4.15 કલાકે રાજભવન પહોંચશે પીએમ મોદી
- સાંજે 6. 30 વાગ્યા સુધી રાજભવન રોકાશે પીએમ
- સાંજે 7 થી 8.30 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં
- 36 માં રાષ્ટ્રીય રમતોત્સવની શરૂઆત કરાવશે
- રાત્રે 9 કલાકે વાઈબ્રન્ટ ગુજરાત મહોત્સવમાં પહોંચશે પીએમ મોદી
- GMDC મેદાનમાં માં અંબાની આરતીમાં ભાગ લેશે
- રાત્રે 9.30 કલાકે ગાંધીનગર જવા રવાના થશે
- રાજભવન માં રાત્રિ રોકાણ કરશે પીએમ મોદી
30 સપ્ટેમ્બર
- સવારે 10 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે
- ત્યાંથી વંદે ભારત એક્સપ્રેસમાં કાલુપુર જશે પીએમ
- સવારે 10.30કલાકે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે
- સવારે 11 કલાકે કાલુપુર મેટ્રો સ્ટેશન થી મેટ્રો રેલ સેવાનો પ્રારંભ કરાવશે
- મેટ્રો રેલમાં બેસીને પીએમ મોદી દૂરદર્શન મેટ્રો સ્ટેશન પહોંચશે
- સવારે 11.30 કલાકે AEC ગ્રાઉન્ડ માં જનસભા ને સંબોધન કરશે
- બપોરે 1. 30 કલાકે રાજભવન પહોંચશે
- સાંજે 4 કલાકે દાંતા જવા રવાના થશે
- 4.30 કલાકે દાંતા પહોચી જનસભા ને સંબોધન સાથે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે પીએમ
- જનસભા બાદ પીએમ મોદી સાંજે અંબાજી મંદિર દર્શન કરશે
- ત્યાંથી ગબ્બર દર્શન કરવા જશે પીએમ મોદી
- રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
- રાત્રે 11 કલાકે અમદાવાદ થી દિલ્લી જવા રવાના થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube