પાલનપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે ચૂંટણી પ્રચાર કરતા પાલનપુરમાં જાહેર સભાને સંબોધી. પોતાને ગુજરાતના ગણાવતા વડાપ્રધાને કહ્યું કે તેઓ વડાપ્રધાન હોવાની સાથે સાથે લોકોના નરેન્દ્ર  પણ છે. તેમણે કોંગ્રેસ પર દેશને બરબાદ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના રાજમાં દેશનો નહીં  પરંતુ પરિવારનો વિકાસ થયો. તેમણે કહ્યું કે આ પાંચ બેઠકો પર મારે બધા પોલિંગ બૂથ જીતવા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ રેલીમાં ઉમટી પડેલા લોકોને કહ્યું કે હું ફક્ત વડાપ્રધાન નહીં પરંતુ તમારો નરેન્દ્ર છું. શું તમને મારામાં તમારો નરેન્દ્ર દેખાતો નથી? તેમણે કહ્યું કે ગુજરાતની જનતાએ જ મને દિલ્હી મોકલ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આ વખતે પણ કમળ ખિલવું જોઈએ. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસે વડાપ્રધાનનું નહીં પંરતુ ગુજરાતની જનતાનું અપમાન કર્યુ છે. તેમણે અહીના મજૂરો, ખેડૂતો અને મહેનતી લોકોનું અપમાન કર્યું છે. 


સતત રેલીઓને સંબોધિત કરવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગળું બેસી ગયું હતું. આમ છતાં તેમણે રેલીને સંબોધી હતી. પાલનપુર ઉપરાંત તેઓ સાણંદ, પંચમહાલના કાલોલ અને વડોદરામાં પણ રેલીઓ કરવાના છે. આ બાજુ  કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડા જિલ્લાના ડાકોરમાં એક રેલીને સંબોધતા નોટબંધી અને જીએસટી જેવા મુદ્દાઓ ઉઠાવીને કેન્દ્ર સરકાર પર આક્રામક પ્રહારો કર્યા હતાં. રાહુલ પણ અહીં રેલીઓને સંબોધવાના છે.