ગાંધીનગર :ભાજપે 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ભાજપના અનેક જૂના જોગીઓની ટિકિટ કપાઈ છે. હકુભા જાડેજા, મધુ શ્રીવાસ્તવ, આરસી મકવાણા, સૌરભ પટેલ, હિતુ કનોડિયાની ટિકિટ કપાઈ છે. ત્યારે જામનગરના રાજકારણમાં રીવાબાની એન્ટ્રી થતા જ માહોલ જોવાજેવો છે. ભાજપે જામનગરમાં દિગ્ગજ નેતા હકુભા જાડેજાનું પત્તુ કાપ્યુ છે. તેની સામે ક્રિકેટર રિવેન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે. ત્યારે જામનગર સીટ હોટ સીટ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિકિટ મળતા ખુશ રીવાબા
ટિકિટ મળતા જ રીવાબા જાડેજાએ પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે, રાજકીય કક્ષાના નેતૃત્વ અને ગુજરાતના નેતાઓનો, તથા કાર્યકર્તાઓનેો હું આભાર માનુ છું. અમે બહુ જ સારી લીડથી જીતીશું. ગુજરાતમાં ભાજપ સરકાર અડીખમ રહેશે. વિકાસના મુદ્દાને ધ્યાનામં રાખીને આગળ વધીશું. 


હકુભાને દ્વારકા વિવાદ નડી ગયો
વર્ષ 2007માં દેવભૂમિ દ્વારકામાં મારામારી તોડફોડ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના મંત્રી અને વર્તમાન MLA હકુભા જાડેજાને કોઈ રાહત આપી નથી. આ કેસમાં ક્રિમિનલ કાર્યવાહી પડતી મૂકવાની માંગ કરતી ખંભાળિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે આ મુદ્દો હકુભા જાડેજાને નડી ગયો.



પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડનાર મહિલાઓ 
ભાજપે જે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તેમાં 14 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાંથી 9 મહિલા ઉમેદવારો એવી છે, જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. જિજ્ઞા પંડ્યા, ડો.દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રીવાબા જાડેજા, દર્શના વસાવા, ભીખીબેન પરમાર, પાયલ પુરાણી, કંચન રાદડિયા અને દર્શનાબેન વાઘેલા પહેલીવાર ચૂંટણી લડવાના છે.