Gujarat Elections Result 2022: AAPના CM ઉમેદવાર ઇસુદાન ગઢવીની ક્યાં રહી ગઈ ચૂક? શું છે હારનું સૌથી મોટું કારણ?
Gujarat Elections 2022: પત્રકારથી રાજનેતા બનેલા ગઢવી માત્ર એક વર્ષ પહેલા જૂન 2021માં રાજનીતિમાં આવ્યા હતા અને આપ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે રાજ્યની જનતાને બીજેપીના 27 વર્ષના શાસનનો અંત કરી આપને સત્તામાં લાવવા માટે જણાવ્યું હતું.
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદનો ચહેરા માટે પોતાની પાર્ટીના એક જનમત સર્વેક્ષણમાં ઈસુદાન ગઢવીએ સૌથી વધુ મત મેળવ્યા હતા, પરંતુ તેઓ હજુ ગુજરાતની રાજનીતિમાં પોતાની અને પોતાના પાર્ટીની શરૂઆતને શાનદાર બનાવવા માટે જરૂરિયાત પ્રમાણે વોટ હાંસલ કરવામાં અસફળ રહ્યા છે. ખંભાળિયા બેઠકના ઉમેદવાર ગઢવી ભારતીય જનતા પાર્ટી (BJP)ના આયર મુલુભાઈ હરદાસભાઈ બેરા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. જેમને AAP નેતા કરતા 10 ટકા વધુ મત મળ્યા હતા.
એક વર્ષ પહેલા જ રાજનીતિમાં આવ્યા હતા ગઢવી
પત્રકારથી રાજનેતા બનેલા ગઢવી માત્ર એક વર્ષ પહેલા જૂન 2021માં રાજનીતિમાં આવ્યા હતા અને આપ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે રાજ્યની જનતાને બીજેપીના 27 વર્ષના શાસનનો અંત કરી આપને સત્તામાં લાવવા માટે જણાવ્યું હતું. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને આ વર્ષ નવેમ્બરમાં પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ દ્વારા આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારના રૂપમાં જાહેર કરવામાં આવ્યા હતા. આપના લોકોએ સોશિયલ મીડિયા, એસએમએસ અને ઈમેલ મારફતે પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર મુદ્દે પોતાનો અભિયાપ આપવા માટે જણાવ્યું હતું.
ઈસુદાન ગઢવીની હાર, આખરે ક્યાં રહી ગઈ કમી
70 ટકાથી વધુ લોકોએ ગઢવીની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ગઢવી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન સાથે એક મહિના સુધી ચાલેલા તોફાની ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના 'સ્ટાર પ્રચારક' રહ્યા હતા. પ્રચાર દરમિયાન ગઢવીએ પોતાને એક ખેડૂત પુત્ર તરીકે અને ખેડુત સમુદાયનું સમર્થન જીતવા માટે AAPના "બિજલી, પાણી ઔર દામ" (ઉત્પાદન માટે વળતર આપનારી કિંમતો)ના વચનો આપ્યા હતા. પરંતુ તેઓ મતદારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા.
પૂરતું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યું AAP
આપ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે પુરતું સમર્થન હાંસલ કરવામાં અસફળ રહી, પરંતુ ઘણી જગ્યાએ તેમણે કોંગ્રેસના મત તોડ્યા હતા, જેના કારણે નજીકના મુકાબલાવાળી સીટો પર બીજેપી ઉમેદવારોની જીત થઈ. એક રાજનૈતિક વિશ્લેષણે જણાવ્યું હતું કે, કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીની પાસે હવે પંજાબનો પ્રયોગ દોહરાવવાનો અવસર છે, જ્યાં તેઓ પહેલા જ પ્રયાસમાં વિફળ રહ્યા બાદ બીજા પ્રયાસમાં સત્તામાં આવ્યા હતા.
તેમણે વઘુમાં જણાવ્યું હતું કે, ગઢવી માટે પ્રાસંગિક બની રહેવું અને લોકોના નેતાના રૂપમાં ઉભરવું વાસ્તવિક પડકાર હતો. તેમણે કહ્યું કે, ગઢવી સમક્ષ પડકાર બૂથ અને પ્રખંડ સ્તરે પાર્ટીનો મજબૂત કેડર બેઝ બનાવવાનો રહેશે, જેથી કરીને રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસનો મુકાબલો કરી શકાય. પત્રકાર તરીકેની તેમની અગાઉની ભૂમિકાએ તેમને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો સાથે સરળતાથી જોડવામાં મદદ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીપલિયા ગામના વતની ગઢવીનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ અન્ય પછાત વર્ગો (ઓબીસી) સાથે જોડાયેલા છે, જે રાજ્યની વસ્તીના 48 ટકા છે. ગઢવીએ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વની ડિગ્રી મેળવી હતી અને લગભગ 17 વર્ષ પહેલાં સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.