Mehsana News મહેસાણા : મહેસાણાની કડી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. કડી નગરપાલિકા પ્રમુખ તરીકે અનસુયાબેન અરવિંદભાઈ પટેલ, ઉપ પ્રમુખ તરીકે અરવિંદભાઈ પંડ્યા અને કારોબારી ચેરમેન તરીકે જીગ્નેશભાઈ સોમભાઈ પટેલની વરણી કરાઈ છે. ત્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પાલિકાની ચૂંટણી બાદ કડી પાલિકાના હોદ્દેદારોને ટકોર કરી છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું પાલિકાની ચુંટણી બાદ નવા હોદ્દેદારોને મોટી સલાહ આપી છે. તેઓએ કહ્યું કે, કડી પાલિકામાં હોદ્દેદારના સગાઓ હસ્તક્ષેપ ના કરે, જેને હોદ્દો મળ્યો છે એના પરીજનો હસ્તક્ષેપ ના કરે. જેને સત્તા છે એ જ કામ કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું પાલિકાની ચુંટણી બાદ નિવેદન સામે આવ્યું છે. તેઓ નવા હોદ્દેદારોને ટકોર કરતા કહ્યું કે, કડી પાલિકામાં હોદ્દેદારના સગાઓ હસ્તક્ષેપ ના કરે. જેને હોદ્દો મળ્યો છે એના પરીજનો હસ્તક્ષેપ ના કરે. જેને સત્તા છે એ જ કામ કરે. કોઈ જગ્યાએ કાળો ડાઘ ના લાગે એનું ધ્યાન રાખો. હોદ્દેદારોના પરીજનોને મારી વિનંતી કે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. બને ત્યાં સુધી નગરપાલિકામાં ના આવો તો વધુ સારું રહેશે.


પેપરલેસ વિધાનસભામાં ઓછું ભણેલાં આ ધારાસભ્ય અનોખી રીતે પોતાની વાત રજૂ કરે છે


આમ, નીતિન પટેલે મહિલા પ્રમુખ બનેલા અનસૂયા અરવિંદભાઈ પટેલ સહિત ચુંટાયેલા હોદ્દેદારોને ટકોર કરી હતી. સાથે જ પાલિકાના મહિલા કોર્પોરેટરોને પણ ટકોર કરી હતી. 


બ્રહ્મસ્વરૂપ સ્વામીને બ્રહ્મજ્ઞાન થયુ, ખોડિયાર માતા પર વિવાદિત ટિપ્પણી બાદ માફી માગી


કડી નગરપાલિકા અને કડી તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબેન અરવિંદભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ પંડ્યાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાથે સાથે કડી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કવિતાબેન હેમંતકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે મેહુલજી ઠાકોર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સામે કોઈએ ફોર્મ ન ભરતા કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યકરો કોર્પોરેટરો અને તાલુકા સદસ્યોએ પ્રમુખ ઉપપ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી. 


ગજબ થઈ ગયું, ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરમાં ચોરી, પત્નીને બંધક બનાવી લૂંટ કરાઈ