Assembly Election 2023 : રાજસ્થાન-MP, છત્તીસગઢ... આખરે ત્રણેય રાજ્યોમાં મોદી મેજિક ફરી વળ્યું છે. આ જંગી જીતથી ભાજપના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છે. શરૂઆતના તમામ વલણોમાં ત્રણેય રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જે સ્પષ્ટ બહુમતીના સંકેત આપી રહ્યું છે. ત્યારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને સહપ્રભારીની જવાબદારી સોંપાઈ હતી. ત્યારે રાજસ્થાનમાં જીત મળતા જ નીતિન પટેલે ખુશી વ્યક્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનની ચૂંટણીમાં સહપ્રહારી બનેલા નીતિન પટેલે ચૂંટણીના પરિણામો વિશે કહ્યું કે, ભારત દેશ જેની રાહ જોઈ રહી હતી એ શુભ દિવસ આજે આવી ગયો છે. 5 રાજ્યોની ચુંટણીમાં આજે પરિણામ આવી રહ્યાં છે. મને ગૌરવ છે કે ભાજપની સરકાર ત્રણ રાજ્યમાં બનવા જાઈ રહી છે. દેશના અનેક ભાજપી નેતાઓની આ મહેનત છે. મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર હતી અને શિવરાજ ચૌહાણે સુંદર કામગીરી કરી એ લોકોએ સ્વીકારી છે.


NRI નું હબ ગણાતા આણંદમાં કન્સલટન્સીએ યુવકને લાખોનો ચૂનો લગાડ્યો, ને નકલી વિઝા આપ્યા


તેમણે રાજસ્થાનમાં ભાજપની જીત વિશે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને કાઢવા લોકો થનગની રહ્યા હતા. રાજસ્થાનમાં મને સહ પ્રભારીની જવાબદારી સોંપાઈ હતી. રાજસ્થાનમાં 115 સીટો પર બીજેપી આગળ છે, બીજેપીની સરકાર રાજસ્થાનમાં બનશે જ. અને એમાં હું સહપ્રભારી છું મને આનંદ અને ગૌરવ છે. રાજસ્થાનમાં મને અનેક લોકોએ કહ્યું હતું કે, આ કોંગ્રેસની સરકાર સૌથી ભ્રષ્ટ હતી અને હિન્દી સમાજને નુકશાન કરવાનું કામ ચાલી રહ્યુ હતું. 


આદિવાસી મહિલાને જંગલમાં કાન પાસે જીવડું કરડ્યું, ને બેક્ટેરિયા આખા શરીરમાં ફેલાયા


પાટણના મેળામાં મોટી દુર્ઘટના : ચાલુ રાઈડમાં ચકડોળનું બોક્સ ખૂલી ગયું, 3 ઈજાગ્રસ્ત