ગુજરાતમાં નવું રાજકારણ શરૂ, કોંગ્રેસની ન્યાય યાત્રાને નીતિન પટેલે આડે હાથ લીધી
Nitin Patel statement : આજે મોરબીથી ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો થશે પ્રારંભ, ઝૂલતા પુલ પાસેના દરબાર ગઢથી નીકળશે યાત્રા, સુરેન્દ્રનગરથી વાયા અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે યાત્રા, કોંગ્રેસની યાત્રા માટે નીતિન પટેલનું મોટું નિવેદન
Congress Nyay Yatra : આજે મોરબીથી કોંગ્રેસની ગુજરાત ન્યાય પદાયાત્રા શરૂ થવા જઈ રહી છે. મોરબીના ઝૂલતા પુલના દરબાર ગઢ પાસેથી આ યાત્રા નીકળશે. સરકારના વિરોધમાં કોંગ્રેસની આ મોટી યાત્રા નીકળશે. આ યાત્રા મોરબીથી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરથી અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાશે. આ યાત્રાથી ભાજપના પેટમાં તેલ રેડાશે. ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલ બગડ્યા અને ન્યાય યાત્રા મુદ્દે કૉંગ્રેસને આડે હાથ લીધી. આમ, કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે ગુજરાતમાં રાજકારણ શરૂ થઈ ગયુ.
- કોંગ્રેસની ન્યાય યાત્રાથી ભાજપ સરકાર પણ ચિંતિત છે
- કોંગ્રેસ બાજીના મારી જાય તે આશયથી ભાજપે તિરંગા યાત્રા કાઢી
- નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધા
નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે. આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢી રહી છે. મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે. રેલીનો કોંગ્રેસે જે હેતુ રાખ્યો છે તે અપ્રાસંગિક છે. જે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પણ સતત દેખરેખ રાખી રહ્યા છે.
સાવધાન રહેજો! અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહી
તેમણે આગળ કહ્યું કે, જુના બનાવોને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે એ યોગ્ય નથી. કોંગ્રેસને રાજકારણ ચલાવવું હોય તો અનેક પ્રસંગો આવે છે. અનેક કારણો એવા છે કે જેને લઇ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે. અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવે તેવી શક્યતા
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતની 26 પૈકી બનાસકાંઠા રૂપ એક બેઠક જીતીને પણ ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી. ત્યાર બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં ફરી પ્રાણ ફૂંકવા માંગે છે. તેથી ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કરીને મોરબી, રોજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રા યોજવાની તૈયારી કરી દેવાઈ છે. કોંગ્રેસના પ્રદેશના મોવડી મંડળે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ યાત્રામાં જોડાવા માટે ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.
ફરી મંદી આવી! 23 લાખ ગુજરાતીઓ બેરોજગાર થવાનો ખતરો, આવી મોટી ખબર
કોંગ્રેસ સામે ભાજપની તિરંગા યાત્રા
કોંગ્રેસની ન્યાય યાત્રાથી ભાજપ સરકાર પણ ચિંતિત છે. ત્યારે ક્યાંય કાચુ ના કપાય અને કોંગ્રેસ બાજીના મારી જાય તે આશયથી ભાજપ સરકાર પર તિરંગા યાત્રા કાઢી રહી છે. જેને સફળ બનાવવાનો મોરચો ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપાડ્યો છે. ભાજપ સરકાર પણ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા કાઢીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. જે અંતર્ગત આજથી ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસે તિરંગા લહેરાવીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો... આ અભિયાન અંતર્ગત ભાજપ સરકાર ગુજરાતમાં 40થી 50 લાખ ઘરોમાં તિરંગાનું વિતરણ કરશે...લોકોમાં દેશભક્તિની ભાવના જગાવવાની વાત કરીને ભાજપ પણ આગામી ચૂંટણીઓ માટે પોતાની રાજકીય પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યું છે અને એક પ્રકારે ડોર ટૂ ડોર કેમ્પેઈન કરી રહ્યું છે.