Gujarat Ex IPS Cheating Case : નિવૃત્ત IPS ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS એ 5 લોકોની ધરપકડ કરવામા આવી છે. જેમાં ભાજપ OBC મોરચાના નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે. સાથે જ સ્થાનિક ભાજપના નેતા, પત્રકારોએ મળીને આ કાવતરું રચ્યુ હોવાનો ભેદ ખૂલ્યો છે. જેમાં બળાત્કારનું ખોટુ સોગંદનામું કરીને આખું ષડયંત્ર ઘડાયુ હતું. પૂર્વ IPS ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા. જેમાં આશુતોષ અને કાર્તિક જાની નામના ગાંધીનગરના બે પત્રકારોનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિવૃત IPS ને ખોટી રીતે ફસાવવા મામલે 5 ની ધરપકડ ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર નીકળ્યા છે. ભાજપ નેતા જીકે પ્રજાપતિએ ગાંધીનગરના પત્રકારો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યુ હતું. ગાંધીનગરના બે પત્રકારો આશુતોષ અને કાર્તિક જાની નામના બે પત્રકારોનો સમાવેશ થાય છે. જેઓએ મહિલા પર દબાણ કરીને દુષ્કર્મનું સોગંધનામું કરી કાવતરું ઘડ્યુ હતું. નિવૃત્ત DGP ને બદનામ કરવા પત્રકારોએ 5 લાખ રૂપિયા લીધા હતા. જોકે, આ મામલામાં 8 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. 


કોણ કોણ પકડાયું
જીકે પ્રજાપતિ, સ્થાનિક ભાજપના નેતા
આશુતોષ અને કાર્તિક જાની, ગાંધીનગરના પત્રકારો
હરેશ જાદવ, સુરત
 
એસપી સુનિલ જોશીએ સમગ્ર ષડયંત્ર વિશે માહિતી આપી કે, 15 જાન્યુઆરીના રોજ એફઆઈઆર થઈ હતી. ગાંધીનગરના જીકે પ્રજાપતિના સંપર્કમાં આવી હતી. ફરિયાદ દાખલ કરતા પહેલા મહિલા ઈસ્લાઈલ મલિકે ચાંદખેડાના બંગલામાં લઈ ગયા હતા, મોટા સિનિયર અઘિકારી છે તેવી મહિલાની ઓળખ કરાવી હતી. મહિલાના ભાઈનો કેસ ચાલતો હતો, તેથી તેના ભાઈને બચાવવા માટે તેમના સંપર્કમાં રહેવુ પડશે તેવુ જણાવ્યું. ઓળખ આપનાર માણસે બે વાર બળાત્કાર કર્યો હતો. જીકે પ્રજાપતિ દ્વારા કહેવાયુ હતું કે, બીજી બાબત લખાવશો, પણ આ બાબત હાલ લખાવતા નહિ. તપાસમાં જીકે પ્રજાપતિએ સુરતના બીજા શખ્સ સાથે મહિલાનીઓળખ કરાવી હતી. પોલીસમાં મદદ કરશે અને તમારે આમારા મુજબ ચાલવુ પડશે. આદરમિયા  ેતઓએ પૈસાની વાતચીત કરી હતી. ત્યાર બાદ વકીલ મારફતે એફિડેવિટનો કાચો ડ્રાફ્ટ બનાવ્યો હતો. જેમં અધિકારીનુ નામ લખ્યુ હતુ. તે પહેલા મહિલાને ફોટો બતાવ્યો તો તેણે ના પાડી હતી કે, બંગલામાં કોણ આ શખ્સ ન હતો. ત્યારે તએઓ અધિકારીના નામ સાથે વળગી રહેવા પીડિત મહિલાને દબાણ કર્યુ હતું. 30 જાન્યુઆરીએ મહિલાનું નિવેદન લેવાનું હતું. 



આ આખા ષડયંત્રમાં ત્રણેય આરોપીઓ જુદી જુદી રીતે અધિકારીઓના કચેરીમાં ગયા, તાબા હેઠળના અધિકારી અને વચેટિયાનો સંપર્ક કર્યો હતો અને 8 કરોડ પચાવવાની ડીલ કરવા માંગતા હતા. પરંતુ ષડયંત્ર પૂરુ ન થયું. જ્યારે અધિકારીએ કામ ન થયુ, તો જીકે પ્રજાપતિએ ગાંધીનગરના પત્રકારોનો સંપર્ક કર્યો હતો. સાથે જ મહિલાનો વીડિયો પણ બનાવ્યો, વીડિયો બનાવીને વાયરલ કરવા દબાણ બનાવ્યું. મહિલાને અધિકારીના નામ સાથે વળગી રહેવા દબાણ કરાયુ હતું. મહિલાનું 146 મુજબનું નિવેદન આપવાનું હતું. આ દબાણ સાથે મહિલાને ઊંઘની ગોળી આપવામાં આવી હતી. નવા એફિડેવિટ કોઈ પોલીસ અધિકારીનું નામ ન હતું. ત્યારે બીજા દિવસે એક બીજી નવું એફિડેવિટ તૈયાર કર્યું, જેમાં એક ફકરામાં પોલીસ અધિકારી નામ લખવાનું આવ્યું હતું.