Gujarat Lok Sabha Exit Poll Result: 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં EXIT POLLના આંકડાઓ સામે આવી ચૂક્યા છે. ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે અને દેશમાં કોની સરકાર બનશે? તે EXIT POLLના આંકડામાં સામે આવી ચૂક્યું છે. પરંતુ આપણે ગુજરાતમાં મિશન 26 સાકાર થઈ રહ્યું છે કે નહીં. શું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો તે સાકાર થઈ રહ્યો છે કે નહીં તે સામે આવી ચૂક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં 20 બેઠકો પર 5 લાખની લીડ નહીં મળે. જી હા..તો પરિણામ પહેલાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે. સાથે જ લોકસભા ચૂંટણીમાં 2024નો મહાસંગ્રામ કોણ જીતી રહ્યું છે તે પણ બતાવીશું.


ગુજરાતમાં ભાજપે દરેકે દરેક સીટ પર પાંચ લાખની લીડનો ટાર્ગેટ રાખ્યો હતો તે EXIT POLL પ્રમાણે ગુજરાતમાં 20 બેઠકો પર 5 લાખની લીડ નહીં મળે. દરેક સીટ પર 5 લાખની લીડનું સપનું સાકાર નહીં થાય. ભાજપને માત્ર 5 બેઠકો પર જ 5 લાખથી વધારે લીડ મળશે. EXIT POLL પ્રમાણે મિશન 26 સાકાર થશે, પરંતુ 5 લાખની લીડ નહીં મળે. 



EXIT POLL વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ આવશે. પરંતુ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 7 લાખ આસપાસ લીડ મળવા EXIT POLL જણાવી રહ્યા છે. જ્યારે નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને 7 લાખ આસપાસ લીડ મળશે. અમિત શાહ કે પાટીલ બંનેમાંથી કોઈ એકને સૌથી વધુ લીડ મળી શકે છે. પરંતુ EXIT POLLના આંકડા પ્રમાણે મનસુખ માંડવિયાને 5 લાખની લીડ નહીં મળે. જી હા...પોરબંદરમાં ઓપરેશન મોઢવાડિયાથી ભાજપને ફાયદો થયો છે. 


મહત્વનું છે કે ગુજરાતમાં EXIT POLL પ્રમાણે કોંગ્રેસ-AAPનું ગુજરાતમાં ખાતું પણ નહીં ખુલે. ગુજરાતમાં ફરી એકવાર મિશન 26 સાકાર થશે. કોંગ્રેસ-AAPનું ગઠબંધન પણ ભાજપ સામે ફેલ થતું દેખાઈ રહ્યું છે. ભાજપ સુરત સીટ બિનહરીફ જીત્યા બાકીની 25 પણ ભાજપને મળશે. 2014 અને 2019 બાદ 2024માં પણ મિશન 26 સાકાર થશે. EXIT POLL પ્રમાણે PM મોદી માટે જનતાએ મતદાન કર્યું.