ગુજરાતમાં મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા, ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.

ગુજરાતમાં મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!

Surat Heavy Rains: આજે વહેલી સવારથી જ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ-પશ્ચિમના તમામ વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. સિંધુ ભવન રોડ, બોપલ, ગોતા, ઈસનપુર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદમાં વરસ્યો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો છે. હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ સાયન્સ સિટી અને ગોતામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બોપલમાં 3.5, બોડકદેવમાં 1.5 ઈંચ, ચાંદલોડિયા અને નરોડામાં 1 ઈંચ વરસાદ, જ્યાકે ચાંદખેડા, જોધપુર, રાણીપમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

  • અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ
  • એસજી હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, સરખેજમાં વરસાદ
  • ઈસ્કોન, બોપલ, ઘુમા, થલતેજ, શેલા, ગોતામાં વરસાદ
  • વસ્ત્રાપુર, આનંદનગર, જોધપુર, વેજલપુરમાં વરસાદ
  • મણિનગર, ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વરમાં વરસાદ
  • વટવા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, ઓઢવમાં વરસાદ
  • અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા, ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. કતારગામ, સિંગણપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુરતમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે.

સુરત શહેરમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. વલસાડ, સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપીમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સુરતમાં 5 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પોણા 5 ઈંચ વરસાદથી બારડોલી પંથકની સ્થિતિ બગડી ગઈ છે. 

સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશન ગરનાળુ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. 

સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે. વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news