Swaminarayan : સારંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ સતત નવા રંગ ધારણ કરી રહ્યો છે. ભીંતચિત્રો હટાવ્યા બાદ સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનબાજી સામે આવી રહી છે. ત્યારે સનાતન ધર્મ પર થઈ રહેલા પ્રહારો અંગે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે હનુમાનજી ભીંતચિત્ર વિવાદમાં દેવાયત ખવડની એન્ટ્રી થઈ છે. લોકકલાકાર દેવાયત ખવડે ભીંતચિત્ર મામલે પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોળકાના મોટી બોરું ગામે જન્માષ્ટમીના રોજ ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં દેવાયત ખવડે જાહેર મંચ પરથી કહ્યું કે, આપણે એક થવાની જરૂર છે. હનુમાન ખહુરીયા ઓ ને ના નમે . બેટા કોઈ દિવસ બાપ ના થાય. અમુક લોકો બાપ થવા માટે નમાડી દે છે.


ગુજરાતીઓ સાચવજો! વાહનચાલકોની લાગશે લાંબી લાઈનો, 24 કલાક ખુલ્લા નહીં મળે પેટ્રોલ પંપ



વધુ એક આંદોલનના ડરથી સરકાર ગભરાઈ, ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા ન દેવાનો છૂટ્યો આદેશ


દેવાયત ખવડે વધુમાં કહ્યુ હતું કે, તમે સાંભળ્યું હશે, બેટા કોઈ દી બાપ ન થાય યાર, સાલા બાપ થવા હાઠું આને નમાડી દે.. એને નમન કરાવી દે... તમારી ઔકાત નથી. અમારો હનુમાન તો શિવનો અગિયારમો રૂપ છે. આ લંકાના મૂળિયા તારા પગમાં ન મૂકુ તો હું હનુમાન ન કહેવાવું. ઈ થોડો ખહુરીયાઓને નમે. ઘણીવાર મને એમ થાય કે હું ઉતાવળ કરું છું, કારણ કે આપણામાં એકતા નથી. અમે બોલી જાય તો પાસે કોઈ રહેતુ નથી. પછી લડવાનું તો અમારે જ થાય છે. તૈયારી અમારી છે. તમે ખાલી પડકારો તો કરો. થાવુ હોય એ થઈ જાય. એ સનાતન ધર્મનો હનુમાન છે. શિવ, રામથી મોટો કોણ જગતમાં કોણ હોય, આ સાલા હાથથી દરવાજો બંધ નથી કરતા પણ પગથી દરવાજો બંધ કરે છે.  


રંગીન મિજાજી ગુજરાતીઓ માટે થાઈલેન્ડ સ્વર્ગ, બૈરાને કાઢે છે આ નવા નવા બહાના