ગુજરાતીઓ સાચવજો! વાહનચાલકોની લાગશે લાંબી લાઈનો, 24 કલાક ખુલ્લા નહીં મળે પેટ્રોલ પંપ

petrol pump strike Gujarat : પેટ્રોપ પંપના કમિશનમાં વધારો ન થતા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન આકરા પાણીએ... ગુજરાતભરના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે

ગુજરાતીઓ સાચવજો! વાહનચાલકોની લાગશે લાંબી લાઈનો, 24 કલાક ખુલ્લા નહીં મળે પેટ્રોલ પંપ

Petrol Pump Dealers strike રવિ અગ્રવાલ/વડોદરા : દેશના અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે. ત્યારે રાજસ્થાન બાદ ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ સામે બાંયો ચઢાવી છે. ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે પેટ્રોલ પંપ સંચાલકો ગુસ્સામાં આવ્યા છે. તેથી તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહિ મળે. આવુ બધુ જ થઈ શકશે જો પેટ્રોલ પંપના સંચાલકો આકરા પાણીએ આવી ગયા તો.

પેટ્રોલ પંપ સંચાલકોની ચીમકી 
ગુજરાતભરના પેટ્રોલ પંપ સંચાલકો 15 સપ્ટેમ્બરે પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે. આ વિશે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું કે, મધ્ય ગુજરાતના 650 પેટ્રોલ પમ્પ ત્રણ કંપની 2 ડેપો પરથી દરરોજ 1 કરોડ લીટર પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉઠાવે છે. 15 મી પેટ્રોલિયમ કંપનીઓને 96 કરોડનો ફટકો પડશે. 6 વર્ષથી અમારા કમિશનમાં વધારો કર્યો નથી. હાલ પેટ્રોલમાં 3.10 પૈસા આપે છે, ડીઝલમાં 2.3 પૈસા આપવામાં આવે છે. છેલ્લું કમિશન 1 ઓગસ્ટ 2017 ના રોજ આપવામાં આવ્યું હતું. 

તેમણે વધુમાં કહ્યું કે, દર 6 મહિને જાન્યુઆરી અને જૂન માં કમિશનમાં વધારો આપવા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને કંપનીઓ દ્વારા 4 નવેમ્બર 2016ના રોજ લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. 15 સપ્ટેમ્બરના સાંકેતિક વિરોધને પણ જો સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો આગામી 1 લી ઓક્ટોબરથી પેટ્રોલ પમ્પ સંચાલકો પેટ્રોલ પંપના કલાકો ઘટાડી દેવામાં આવશે, સ્ટાફ ઘટાડવામાં આવશે. 

અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ અલગ-અલગ છે?
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર લાદવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news